નેશનલ

આજે અમારી હોળી છે, અંસારીના મોત બાદ કૃષ્ણાનંદ રાયની પત્નીનું નિવેદન

ગાઝીપુરઃ યુપીના માફ્યા ડોન મુખ્તાર અન્સારીનું ગુરુવારે રાત્રે બાંદા મેડિકલ કોલેજમાં કાર્ડિયાક એરેસ્ટથી મોત થયું હતું. 2005માં ભાજપના તત્કાલિન વિધાનસભ્ય કૃષ્ણાનંદ રાયની અંસારીએ હત્યા કરી હતી. 2023માં કૃષ્ણાનંદ રાયની હત્યા માટે 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અંસારીના મૃત્યુ બાદ કૃષ્ણાનંદ રાયનીની પત્નીએ એક નિવેદન જાહેર કર્યું છે.

આ નિવેદનમાં અલકા રાયે જણાવ્યું હતું કે હું શું કહું?, આ ભગવાનના આશિર્વાદ છે. હું તેમને પ્રાર્થના કરતી હતી. મારી પ્રાર્થના ફળી અને આજે મને ન્યાય મળ્યો. કૃષ્ણાનંદ રાયની હત્યા બાદ અમે ક્યારેય હોળી રમી નહોતી. મને એવુ લાગ્યું કે આજે અમારા માટે હોળીનો તહેવાર છે. ‘


કૃષ્ણાનંદ રાયના પુત્ર પિયૂષ રાયે પણ અંસારીના મૃત્યુ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મને અને મારી માતાને બાબા વિશ્વનાથ અને બાબા ગોરખનાથના આશીર્વાદ મળ્યા છે.


19 નવેમ્બર, 2005ના રોજ મુખ્તાર અંસારીએ ભાજપના તત્કાલિન વિધાનસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત છ લોકોની હત્યા કરી હતી. હુમલાખોરોએ 6 એકે-47 રાઈફલ્સમાંથી 400થી વધુ ગોળીઓ ચલાવી હતી. આ હુમલાના મુખ્ય સાક્ષી શશિકાંત રાયનો મૃતદેહ પણ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો. પિયૂષ રાયે મુખ્તાર અંસારી પર પિતાના કાફલા પર હુમલો કરી તેમની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. આ હત્યાકાંડે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઘણો જ ખળભળાટ મચાવી દીધો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button