કૃષ્ણ જન્મભૂમિ-મસ્જિદ વિવાદમાં મસ્જીદ સમિતિને ઝટકો, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
નવી દિલ્હી: મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ- શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મસ્જિદ સમિતિને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે મસ્જિદ કમિટી તરફથી કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે, મસ્જિદ કમિટીએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ સામે SCમાં કરેલી અરજીમાં માંગ કરવામાં આવી હતી કે આ કેસને લગતી અરજીઓ પર અલગથી સુનાવણી કરવામાં આવે.
મથુરામાં કથિત રીતે શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર બનેલી શાહી ઈદગાહ મસ્જિદની મેનેજમેન્ટ કમિટીએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે કોર્ટે આ વિવાદ સાથે સંબંધિત 15 કેસોને એકસાથે જોડીને સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો.
અલ્હાબાદ હાઈકોર્ટે અગાઉ નિર્ણયમાં કહ્યું હતું કે આ તમામ કેસ એક જ પ્રકારના છે. તમામમાં એક જ પ્રકારના પુરાવાઓ મળ્યા છે. આવી સ્થિતિમાં કોર્ટનો સમય બચાવવા માટે આ કેસની સુનાવણી એકસાથે થવી જોઈએ. આ નિર્ણય સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમકોર્ટનો સંપર્ક કર્યો હતો.
ALSO READ : https://bombaysamachar.com/national/gyanvapi-case-allahabad-high-court-allows-worship-in-vyasjis-basement/
સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે આદેશ પાછો ખેંચવાની માંગ કરતી સમિતિની અરજી પહેલેથી જ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. અરજીકર્તાઓ રિકોલ અરજી પરના હાઈકોર્ટના આદેશ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે.
શાહી મસ્જિદ ઇદગાહ ટ્રસ્ટની મેનેજમેન્ટ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે યોગ્ય સુનાવણી વિના 15 અલગ-અલગ કેસોને ઉતાવળમાં એકસાથે જોડી દેવામાં આવ્યા છે અને એક કેસને મુખ્ય કેસ તરીકે નામ આપવામાં આવ્યું છે.