અલ્લુ અર્જુને પીડિતના પરિવારને ₹ 20 કરોડ ચૂકવવા જોઈએ, તેલંગણાના પ્રધાને કરી માંગ…
હૈદરાબાદ: પુષ્પા-2 ધ રુલ ફિલ્મના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી રહી છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન પણ આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવી ચુક્યા છે અને અલ્લુ અર્જુન સહીત અન્ય આરોપીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. એવામાં તેલંગાણાના પ્રધાન કોમાટીરેડ્ડી વેંકટ રેડ્ડીએ (Komatireddy Venkat anout Allu Arjun) માંગ કરી છે કે અલ્લુ અર્જુન પીડિત પરિવારને ₹20 કરોડ ચૂકવે.
આ પણ વાંચો : Allu Arjun એ ‘પુષ્પા-2’ સ્ક્રીનિંગ અકસ્માત મુદ્દે વિધાનસભામાં હંગામા બાદ કર્યો આ ખુલાસો…
રવિવારે પત્રકારો સાથે વાત કરતા કોમાટીરેડ્ડીએ અલ્લુ અર્જુનની કરી હતી, તેમણે એવો દાવો કર્યો કે અલ્લુ અર્જુનને પ્રીમિયરમાં હાજરી ન આપવા ચેતવણી આપવામાં આવી હતી. થીયેટરની બહાર એકઠી થયેલી ભીડ બેકાબૂ થતા મહિલાનું મોત થયું હતું.
તેમણે કહ્યું કે “પુષ્પા 2 એ બોક્સ ઑફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. અલ્લુ અર્જુન ઓછામાં ઓછા ₹20 કરોડ કલેક્શનમાંથી કાઢી શકે છે અને પીડિતના પરિવારને મદદ કરી શકે છે.”
અલ્લુ અર્જુનની માફી માંગે:
કોમાટિરેડ્ડીએ અલ્લુ અર્જુનના વર્તનને “અજ્ઞાન અને બેદરકારીભર્યું” ગણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે નાસભાગની ગંભીરતા વિશે પોલીસની ચેતવણીઓ છતાં તે થિયેટરમાં જ રહ્યો હતો.
રેડ્ડીએ વિધાનસભામાં ચર્ચા દરમિયાન પણ અલ્લુ અર્જુનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે અલ્લુ અર્જુનને સરકાર અને મુખ્ય પ્રધાન માટે આદર હોવો જોઈએ. તેમણે અલ્લુ અર્જુન પાસેથી સરકાર અને મુખ્ય પ્રધાન પાસે માફી માંગવાની માંગ કરી.
આ પણ વાંચો : અલ્લુ અર્જુનના ઘરમાં તોડફોડ કરનારા આરોપીને ધરપકડના 24 કલાક જ જામીન મળ્યા
4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરની બહાર નાસભાગ મચી ગઈ હતી, જેના પરિણામે એક મહિલા, રેવતીનું મૃત્યુ થયું હતું, જ્યારે તેનો પુત્ર, શ્રીતેજ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાળક હજુ પણ સારવાર હેઠળ છે.