Kolkata ના આરજી કર હોસ્પિટલ રેપ કેસમાં FSLના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
કોલકાતા : કોલકાતાના આરજી કર (Kolkata Rape Case) હોસ્પિટલ ટ્રેઈની મહિલા ડોકટર રેપ અને હત્યા કેસની તપાસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં હાલમાં સેન્ટ્રલ ફોરેન્સિક રિસર્ચ લેબોરેટરી (સીએફએસએલ) આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેસમાં સીબીઆઈને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટે નવા સવાલો ઉભા કર્યા છે.
સીબીઆઈ હવે આ સવાલનો જવાબ શોધી રહી છે
આ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરી છે. આ એફએસએલ રિપોર્ટમાં સૌથી ચોંકાવનારો ઘટસ્ફોટ તાલીમાર્થી સાથેની બર્બરતાનો છે. આ રિપોર્ટમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે બળાત્કાર અને હત્યાની ઘટના અન્ય કોઈ જગ્યાએ કરવામાં આવી હતી. જેની બાદ મૃતદેહને સેમિનાર રૂમમાં મૂકવામાં આવ્યો હતો. સીબીઆઈ હવે આ સવાલનો જવાબ શોધી રહી છે.
Also Read – Lucknow માં બેંક લોકર તોડી કરોડોની ચોરી કરનાર બે આરોપીઓનું એન્કાઉન્ટર
સંભવિત ઝપાઝપીના કોઈ નિશાન મળ્યા નથી
એફએસએલએ તેના રિપોર્ટમાં ખાસ જણાવ્યું છે કે સેમિનાર રૂમમાં પીડિતા અને હુમલાખોર વચ્ચેના સંભવિત ઝપાઝપીના કોઈ નિશાન મળ્યા નથી. તેમજ નજીકમાં રાખવામાં આવેલી વસ્તુઓ પર એક પણ સ્ક્રેચ નથી. સેમિનાર રૂમની અંદર પણ તેના કોઈ પુરાવા નથી મળ્યા. આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું કોઈએ જાણી જોઈને આવું કર્યું છે અને પુરાવાનો નાશ કર્યો છે.
એફએસએલના આ રિપોર્ટ બાદ અનેક સવાલો ઉભા થયા છે.
-તો શું હત્યા સેમિનાર રૂમને બદલે બીજે ક્યાંક થઈ હતી?
-સેમિનાર રૂમમાં આરોપીનો પ્રવેશ હત્યા બાદની પરિસ્થિતિ છે કે સુનિયોજિત કાવતરું?
-શું ગુનો 24 મિનિટમાં થયો હતો કે તે અગાઉ કરવામાં આવ્યો હતો?
- તો શું અન્ય કોઈએ દુષ્કર્મ કર્યા બાદ મૃતદેહને સેમિનાર રૂમમાં લાવવામાં આવ્યો હતો?
જોકે, હવે સીબીઆઈએ આ સવાલોના જવાબ શોધવાનું શરૂ કરી દીધું છે. તેમા તે કેટલી સફળ થાય છે તે તો સમય જ કહેશે. પરંતુ હવે આ કેસના ગુનેગારને સજા થાય તેની લોકોએ રાહ જોવી પડશે.