ટોપ ન્યૂઝનેશનલ

કોલકાતા રેપ-મર્ડર કેસના રહસ્યો ખુલશે! સંદીપ ઘોષ અને 4 ડોક્ટર્સનો પોલીગ્રાફ ટેસ્ટ થશે

કોલકાતા: આરજી કાર હોસ્પિટલમાં મહિલા રેસીડેન્ટ ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસ ((Kolkata rape-murder case)ની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ હોસ્પિટલ સાથે જોડાયેલા મોટા કૌભાંડના પુરાવાઓ પણ મળી રહ્યા છે. CBI કડીઓ જોડવા પ્રયત્નો કરી રહી છે. હવે આ કેસમાં સીબીઆઈ આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને પીડિતાના ચાર સાથીદારોનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા જઈ રહી છે. સિયાલદહ કોર્ટે આ ટેસ્ટ માટે મંજૂરી આપી દીધી છે. આજે સીબીઆઈની ટીમ મુખ્ય આરોપી સંજય રોયને પણ કોર્ટમાં રજૂ કરશે. કારણ કે સંજયે હજુ સુધી પોલીગ્રાફ ટેસ્ટ માટે પોતાની સંમતિ આપી નથી.

CBI તપાસ દરમિયાન 8મી અને 9મી ઓગસ્ટની રાત્રિનું દરમિયાન શું થયું હતું એની જાણકારી મળી રહી નથી. તેથી, સીબીઆઈ સંજય રોય, સંદીપ ઘોષ અને હત્યાની રાત્રે પીડિતા સાથે ડીનર કરનારા ચાર ડોકટરોનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માંગે છે. CBIને લાગે છે કે તેની પૂછપરછ દરમિયાન આ લોકો સત્ય નથી બોલી રહ્યા અથવા તો કંઇક છુપાવી રહ્યા છે. કદાચ તેથી જ સીબીઆઈએ નિર્ણય લીધો કે આ તમામનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવો જરૂરી છે.

છેલ્લા 7 દિવસની પૂછપરછ દરમિયાન સંદીપ ઘોષે આપેલા નિવેદનોથી CBI સંતુષ્ટ નથી.

ચાર ડોક્ટરોનો ટેસ્ટ સીબીઆઈ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ઘટના પહેલા એ ચાર લોકોએ જ એ રાત્રે પીડિતાને છેલ્લી વાર જીવિત જોઈ હતી. તેમજ મુખ્ય આરોપી સંજય રોયએ ખૂબ જ સરળતાથી પોતાનો ગુનો કબૂલી લીધો હતો પરંતુ CBIને મુખ્ય આરોપી સંજય રોય અને તેના નિવેદનો પર શંકા છે. ચાર ડોક્ટરોના નિવેદન લીધા બાદ પણ સીબીઆઈ પોલીગ્રાફ ટેસ્ટ દ્વારા સમગ્ર સત્ય જાણવા માંગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button