ટોપ ન્યૂઝનેશનલ

Kolkata Rape and Murder Case: આજે SCમાં સુનાવણી, આરોપીનો પોલીગ્રાફી ટેસ્ટ….Latest Updates

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા (Kolkata Rape and Murder Case) ના મામલે દેશભર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. કોલકાતા, દિલ્હી, મુંબઈ સહિત તમામ નાના-મોટા શહેરોમાં પીડિતા માટે ન્યાયની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે, આરોપીઓને કડક સજાની માંગ કરવામાં આવી રહી છે. એવામાં આજે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે.

કોલકાતા રેપ-મર્ડર કેસ મામલે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો (Suo Moto) લીધો છે. કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી યાદી અનુસાર, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ આજે આ મામલે સુનાવણી કરશે. આ સુનાવણી સવારે 10.30 વાગ્યે થઈ શકે છે.

| Also Read: Kolkata rape and Murder case: ડોક્ટરો રસ્તા પર આપશે OPD સેવાઓ, ફૂટબોલ ક્લબન સમર્થકો વિરોધમાં જોડાયા

સીબીઆઈને આરોપી સંજય રોયના પોલીગ્રાફી ટેસ્ટની મંજૂરી મળી ગઈ છે. એક અધિકારીએ કહ્યું કે આરોપીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યા છે. અમે કોર્ટ પાસે પોલિગ્રાફી ટેસ્ટ કરાવવાની પરવાનગી માંગી હતી, જે અમને મળી ગઈ છે. જેના દ્વારા આરોપીઓ પાસેથી કેસ સાથે જોડાયેલ મહત્વની માહિતી મેળવી શકાશે.

પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ સોમવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. અટકળો ચાલી રહી છે કે તેઓ આ કેસ અંગે ચર્ચા કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સરકારના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ કેન્દ્રીય સરકારી હોસ્પિટલોમાં સુરક્ષાકર્મીઓની તૈનાતીમાં 25 ટકા વધારવાનો આદેશ આપ્યો છે. સરકારી હોસ્પિટલો દ્વારા તેમની સુરક્ષાનું મૂલ્યાંકન કર્યા પછી, જો તેઓ સુરક્ષા વધારવાની માંગ કરશે, તો ત્યાં માર્શલની તૈનાતીને પણ મંજૂરી આપવામાં આવશે.

| Also Read: કોલકાતા રેપ-મર્ડરનો કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાંઃ ચીફ જસ્ટિસ કરશે સુનાવણી

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS) ની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે જે હોસ્પિટલોમાં ડોકટરો માટે સુરક્ષા અને સુવિધાઓના વિવિધ પાસાઓ જેમ કે ડ્યુટી રૂમ, કામના કલાકો અને શરતો અને કેન્ટીન સેવાઓની તપાસ કરશે. તેનું કામ તે તમામ પાસાઓની તપાસ કરવાનું છે જે ડોકટરો માટે મહત્વપૂર્ણ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કેન્દ્ર સરકારની તમામ સરકારી હોસ્પિટલોમાં લાગુ કરવામાં આવનાર સુરક્ષા પગલાંની યાદી જાહેર કરી છે. આ માહિતી તમામ હોસ્પિટલના વડાઓને આપવામાં આવી છે. જો મહિલા હેલ્થ વર્કરને રાત્રે તૈનાત કરવામાં આવે છે, તો તેમની સંખ્યા એક કરતા વધુ હોવી જોઈએ.

જો કોઈ મહિલા ડૉક્ટર કે હેલ્થકેર વર્કર રાત્રે હોસ્પિટલમાં ક્યાંય જાય તો તેની સાથે ગાર્ડ મોકલવો જોઈએ. નાઇટ ડ્યુટી માટે મહિલાઓને ટ્રાન્સપોર્ટની સુવિધા આપવાની રહેશે. હોસ્પિટલના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર સતત નજર રાખવી જોઈએ. હોસ્પિટલમાં આવનાર વ્યક્તિની પણ તપાસ કરવી જોઈએ.

| Also Read: Kolkata Rape-Murder: રાષ્ટ્રવ્યાપી બંધમાં કચ્છના તબીબો જોડાયા: તમામ હોસ્પિટલો સજ્જડ બંધ

હોસ્પિટલ પરિસરના એન્ટ્રી-એક્ઝિટ ગેટ, કોરિડોર, અંધારાવાળી જગ્યાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં પર્યાપ્ત સંખ્યામાં હાઈ રીઝોલ્યુશનવાળા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા અને કંટ્રોલ રૂમની સ્થાપના કરવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button