નેશનલ

જાણીતા ગાયકની કોલકાતા પોલીસે મુંબઈથી ધરપકડ કરી, વિદ્યાર્થીનીની છેડતી કરવાનો આરોપ

મુંબઈ: કોલકાતા પોલીસે જાણીતા ગાયક અને સંગીતકાર સંજય ચક્રવર્તીની મુંબઈથી ધરપકડ કરી (singer Sanjay Chakraborty arrested) છે. તેમના પર તેમની સંસ્થામાં એક વિદ્યાર્થીની છેડતી કરવાના આરોપ છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, લગભગ બે મહિનાની શોધખોળ બાદ ચારુ માર્કેટ પોલીસની ટીમે સંજય ચક્રવર્તીની મુંબઈથી ધરપકડ કરી હતી.

બાળકીની છેડતીનો આરોપ:
સંજય ચક્રવર્તી પર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવવામાં આવ્યા બાદ આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, કોર્ટે આરોપીની 18 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડી મંજૂર કરી છે.

જુનમાં બની હતી ઘટના:
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના જૂનમાં બની હતી. સંજય ચક્રવર્તીની કોલકાતાની યોગ ઇન્સ્ટિટ્યૂટમાં 15 વર્ષની છોકરીની કથિત રીતે છેડતી કરી હતી, સંજય ચક્રવર્તી ત્યાં સિંગિંગ ક્લાસ ચલાવે છે.

અધિકારીએ જણાવ્યું કે, “ફરિયાદ મુજબ, સિંગિંગ ક્લાસ વર્ગ પૂરો થયા પછી ચક્રવર્તી ત્યાં જ રહ્યો, અને જ્યારે અન્ય તમામ વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા, ત્યારે તેણે કથિત રીતે પીડિતાની છેડતી કરી. પીડિતાને તેના માતા-પિતા માનસિક સારવાર માટે બેંગલુરુ લઈ ગયા હતાં, ત્યાર બાદ આ ઘટનાની જાણ થઇ હતી.

તેમણે કહ્યું કે,”સારવાર દરમિયાન હતી કે પીડિતાએ પ્રથમ વખત તેના ડૉક્ટરને આખી ઘટના જણાવી, અને તેના માતાપિતાને તે વિશે જાણ થઈ.”

પીડિતાના માતા-પિતાએ સપ્ટેમ્બરમાં ઉત્તર 24 પરગણા જિલ્લાના બેલઘરિયા પોલીસ સ્ટેશનમાં ઈમેલ દ્વારા ફરિયાદ નોંધાવી, પોલીસને ઝીરો એફઆઈઆર નોંધવાની સૂચના આપી. તપાસ માટે આ કેસ ચારુ માર્કેટ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, કારણ કે આ ઘટના તેમના અધિકારક્ષેત્રમાં બની હતી.

અધિકારીએ જણાવ્યું કે, પોલીસ યોગ ઇન્સ્ટિટ્યૂટના સીસીટીવી કેમેરા ફૂટેજની તપાસ કરશે, અને ઘટના સમયે હાજર અન્ય વિદ્યાર્થીઓ અને લોકો સાથે વાત કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button