નેશનલ

ડોક્ટર રેપ-મર્ડર કેસઃ હોસ્પિટલમાં તોડફોડ વચ્ચે ડોક્ટરના સંગઠનનો હડતાળ પર જવાનો નિર્ણય

કોલકાતા: કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હજુ ઉકેલાયો નથી અને તે દરમિયાન હોસ્પિટલમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે થયેલી તોડફોડ બાદ ફરી એકવાર ડોક્ટરોની હડતાળ શરૂ થવા જઈ રહી છે. જેની જાહેરાત આજે FORDA દ્વારા કરવામાં આવી છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન ઇન્ડિયા એટલે કે FORDA એ કહ્યું કે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને, અમે અમારા સાથીદારો અને મેડિકલ સમુદાય સાથે ઉભા છીએ.

આ મામલે અગાઉ પણ FORDA (ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન)એ હડતાળનું એલાન કર્યું હતું, જેની અસર દેશભરની હોસ્પિટલોમાં જોવા મળી હતી, પરંતુ બુધવારે રાત્રે આરજી કર હોસ્પિટલમાં થયેલી હિંસા અને તોડફોડને કારણે FORDAએ હડતાળનો નિર્ણય લીધો છે. FORDAએ કહ્યું છે કે સરકાર કામ દરમિયાન આરોગ્યકર્મીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સક્ષમ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ મામલે નિષ્ફળ ગઈ છે, જેની અમે સખત નિંદા કરીએ છીએ.

આ પણ વાંચો :કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ “ગેંગ રેપ” હોવાનો એક ડોક્ટરે કર્યો દાવો

સરકાર અમારી પ્રતિબદ્ધતાઓ અને સેવાને યોગ્ય સન્માન આપી શકતી નથી, આ તેની મોટી નિષ્ફળતા છે. FORDAએ કહ્યું કે, તાજેતરની ઘટનાઓની ગંભીરતા અને ન્યાયની માંગને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક અસરથી હડતાળ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે અમે રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (RDA) અને અન્ય હિતધારકો સાથે કામ કરી રહ્યા છીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ