ટોપ ન્યૂઝનેશનલ

‘…તો હોસ્પિટલ બંધ કરી દો’ કોલકાતા હાઈ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસને ખખડાવી

કોલકાતામાં આરજી કર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા (Kolkata Rape and murder case) બાબતે દેશભરમાં હોબાળો મચી ગયો છે. 14 ઓગસ્ટની રાત્રે હોસ્પિટલમાં થયેલી તોડફોડ બાબતે કોલકાતા હાઈકોર્ટ કડક વલણ દાખવ્યું છે. કોલકાતા હાઇકોર્ટે રાજ્ય ઠપકો આપતા કહ્યું કે જો ડોક્ટર્સને સુરક્ષાન આપી શકતા હો તો હોસ્પિટલ બંધ કરી દો, અચાનક 7 હજાર લોકો કેવી રીતે એકઠા થઇ ગયા, આ તંત્રની નિષ્ફળતા છે.
રાજ્ય સરકારના વકીલે કહ્યું કે અમને ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. કોર્ટે કહ્યું કે 7000 લોકો અચાનક આ રીતે ભેગા થતા નથી. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

કોર્ટે રાજ્ય સરકારને ઠપકો આપતા કહ્યું કે જો આવી જ સ્થિતિ હોય તો હોસ્પિટલ બંધ કરી દો અને દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરો, પછી હોસ્પિટલ જ બંધ હોય ત્યારે આવો હોબાળો નહીં થાય. આવા ભયના માહોલમાં ડોક્ટરો કેવી રીતે કામ કરી શકે?

CBIએ આ કેસમાં આરજી કાર કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. કોર્ટમાં દલીલો કરતા પૂર્વ આચાર્યના વકીલે કહ્યું કે તેઓ સીબીઆઈ તપાસ માટે આવવા ઈચ્છે છે, પરંતુ તેમના ઘરની બહાર સતત વિરોધ ચાલી રહ્યો છે, જો તેમને સુરક્ષા મળે તો આજે જ સીબીઆઈ સમક્ષ હાજર થઈ શકે છે.

હાઈ કોર્ટે પોલીસ પાસે સમગ્ર ઘટનાની વિગતો માંગી છે. કોર્ટે કહ્યું કે જો ડોક્ટરને સુરક્ષા નહીં મળે તો તે કેવી રીતે કામ કરશે. આ કેસમાં સીબીઆઈને વચગાળાનો રિપોર્ટ સોંપવા પણ કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું કે પીડિતાની તસવીર ન તો મીડિયામાં બતાવવામાં આવે અને ન તો તેને જાહેર કરવામાં આવે.

તોડફોડ વિશે કોર્ટના પ્રશ્નોના જવાબમાં રાજ્યના વકીલે જવ્યું કે “… લગભગ 7,000 નું ટોળું હતું. સંખ્યા અચાનક વધી ગઈ…અમારી પાસે વીડિયો છે. તેઓએ બેરિકેડ તોડી નાખ્યા… ટીયર ગેસ છોડવામાં આવ્યો અને 15 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા. ડેપ્યુટી કમિશનર ઘાયલ થયા હતા. પોલીસના વાહનોને નુકસાન થયું. ઈમરજન્સી રૂમમાં તોડફોડ કરવામાં આવી હતી ઘટના સ્થળ સુરક્ષિત હતું.”

ચીફ જસ્ટિસ ટી.એસ. શિવગનમની આગેવાની હેઠળની બેન્ચે પૂછ્યું કે આટલા સંવેદનશીલ મુદ્દા પર જાહેર વિરોધ પ્રદર્શન માટે પરવાનગી કેમ આપવામાં આવી. સામાન્ય રીતે પોલીસ પાસે ગુપ્તચર શાખા હોય છે… હનુમાન જયંતિ પર પણ આવી જ ઘટનાઓ બની હતી. જો 7,000 ભેગા થવાના હોય તો, પોલીસને ખબર ન હતી તે માનવું મુશ્કેલ છે.

કોર્ટે કરતાં કહ્યું “આ રાજ્ય તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા છે…તેથી તેઓ (પોલીસ) પોતાના માણસોનું રક્ષણ કરી શક્યા નથી? અફસોસની સ્થિતિ છે. ત્યાંના ડૉક્ટરો કેવી રીતે નિર્ભયતાથી કામ કરશે?”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button