નેશનલ

બંગાળમાં રામનવમીની હિંસા મુદ્દે કોલકાતા HC લાલઘુમ, મમતા સરકારની ઝાટકણી કાઢી

પશ્ચિમ બંગાળમાં રામનવમીના દિવસે થયેલી હિંસાને લઈને કોલકત્તા હાઈકોર્ટે કડક ટીપ્પણી કરી છે, કોર્ટે બંગાળ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે તેઓ કે મતદાન ક્ષેત્રમાં લોકસભા ચૂંટણીની મંજુરી નહીં આપે જ્યાં રામ નવમી સમારોહ દરમિયાન કોમી હિંસા જોવા મળી હતી. મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગણમની અધ્યક્ષતાવાળી બેંચની આ ટિપ્પણી 17 એપ્રિલે રામ નવમીના શોભાયાત્રા દરમિયાન મુર્શિદાબાદમાં થયેલી હિંસા પર સુનાવણી દરમિયાન આવી છે.

કોર્ટે કહ્યું કે જો લોકો શાંતિ અને સદભાવથી રહી શકતા નથી, તો અમે કહીશું કે ચૂંટણી પંચ આ જિલ્લાઓમાં લોકસભા ચૂંટણી ન કરાવી શકે. આ એકમાત્ર રસ્તો છે. આચારસંહિતા અમલમાં હોવા છતાં જો લોકોના બે જૂથ આમ લડતા હોય તો તેઓ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કહેવડાવવાને લાયક નથી.

હાઈકોર્ટે કહ્યું કે ચૂંટણી 7 મે અને 13મેના રોજ થવાની છે, અમે કહીંશું કે ચૂંટણી યોજાવી જ ન જોઈએ. ચૂંટણીનો શું ફાયદો છે? લોકકાત્તામાં પણ 23 સ્થાન એવા છે જ્યાં ઉજવણી કરવામાં આવી પરંતું કોઈ અપ્રિય ઘટના નથી.

આપણ વાંચો: લોકસભા સંગ્રામઃ ટીએમસીએ યુસુફ પઠાન સહિત 42 ઉમેદવારની યાદી બહાર પાડી

રાજ્યમાં જો ચૂંટણી આચારસંહિતા અમલી થવા છતાં જો હિંસા થાય તો રાજ્ય પોલીસ શું કરે છે. કેન્દ્રીય ફોર્સ શું કરી રહી છે, બંને અથડામણને રોકી ન શકી અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? તેના પર રાજ્ય તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે CIDએ હવે તપાસ હાથ ધરી છે.

હાઈકોર્ટે કહ્યું કે અમારો પ્રસ્તાવ છે કે અમે ભારતના ચૂંટણી પંચને ભલામણ કરીશું કે જે લોકો શાંતિથી ઉજવણી ન કરી શકે તેમને ચૂંટણીમાં ભાગ લેવાની મંજૂરી ન આપવી જોઈએ. અમે ચૂંટણી પંચને દરખાસ્ત કરીશું કે બરહામપુર (મુર્શિદાબાદ વિસ્તાર)ની ચૂંટણી મોકુફ કરવામાં આવે.

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે બંને પક્ષોની આ અસહિષ્ણુતા અસ્વીકાર્ય છે. હાઈકોર્ટે હિંસા અંગે રિપોર્ટ માંગ્યો છે, ચૂંટણી અટકાવવા અંગે હજુ સુધી કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી. હવે આ કેસની વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરાશે.

ઉલ્લેખનિય છે કે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં 17 એપ્રિલ, બુધવારે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન હિંસક અથડામણ જોવા મળી હતી. આ હિંસા સાંજે શક્તિપુર વિસ્તારમાં બની હતી. અહીં રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો તેમના ધાબા પરથી સરઘસ પર પથ્થરમારો કરી રહ્યા છે. હિંસક ઘટનાને કારણે તંગદીલી વધતી જોઈને પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હતા.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker