Kolkata rape-murder case: પીડિતા પર ગેંગરેપ થયો હતો! ઓટોપ્સી રીપોર્ટ બાદ એક ડોક્ટરનો દાવો
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેસીડેન્ટ મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા મામલે (Kolkata rape-murder case) દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે. મેડીકલ વિદ્યાર્થીઓ, ડોકટરો અને સામાજિક સંગઠનો પીડિતાને ન્યાય અપાવવા અને ઓન ડ્યુટી ડોક્ટર્સને સુરક્ષાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે. આ કેસને દિલ્હીમાં બનેલા નિર્ભયા કેસ સાથે સરખાવવામાં આવી રહ્યો છે. ઑટોપ્સી રિપોર્ટમાં જે જાણવા મળ્યું છે, એ પરથી એ અંદાજો લગાવવો મુશ્કેલ છે કે, પીડિતા કેવી પારાવાર પીડામાંથી પસાર થઇ હશે. એવામાં ઑટોપ્સી રિપોર્ટમાં વધુ એક મોટો ખુલાસો થયો છે.
એક વરિષ્ઠ ડૉક્ટરે દાવો કર્યો હતો ઑટોપ્સી રિપોર્ટ મુજબ પીડિતા પર એકથી વધુ વખત બળાત્કાર ગુજારવામાં (multiple penetrations) આવ્યો હોઈ શકે છે. આનો અર્થ એ છે કે એક કરતાં વધુ વ્યક્તિઓ આ ગુનામાં સામેલ હોઈ શકે છે. પીડિતાના મૃતદેહની ઓટોપ્સી કરનાર આરજી કાર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. સુબર્ણા ગોસ્વામીએ જણાવ્યું હતું કે મલ્ટીપલ પેનીટ્રેશનના પુરાવા મળ્યા છે. ઓટોપ્સી રિપોર્ટ સૂચવે છે કે તેના પર એકથી વધુ વખત બળાત્કાર થયો હતો. તેમણે કહ્યું કે ઓટોપ્સી રિપોર્ટ મુજબ આ ઘટના સમયે એક કરતા વધુ વ્યક્તિઓની હાજર હોઈ શકે છે.
| Also Read: Kolkata Doctor Case મામલે રાહુલ ગાંધીએ કર્યા ગંભીર સવાલો – ભાજપે સાધ્યું સરકાર પર નિશાન
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલાના શરીર મળેલા ઇજાઓના નિશાનો દર્શાવે છે કે તેને મૃત્યુ પહેલા જાનલેવા ઈજા પહોંચાડવામાં આવી હતી. આ હકીકત એ દાવાઓને નકારી કાઢે છે કે મહિલાની હત્યા કર્યા બાદ બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેનું મૃત્યુ સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે થયું હોઈ શકે છે. અહેવાલ મુજબ મહિલાના શરીર પર હોઠ, નાક, ગાલ અને નીચલા જડબા સહિત અનેક ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તેની માથાના ટેમ્પોરલ હાડકા પરની ઇજાઓ અને તેના આગળના ભાગમાં લોહી જામીજવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેનું ગળું દબાવવામાં આવ્યું હતું અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. મહિલાની જનનેન્દ્રિયને પણ ઈજા પહોંચાડવામાં આવી હતી, જે દર્શાવે છે કે આરોપી વિકૃત માનસિકતા ધરાવે છે.
| Also Read: Kolkata rape case: વિરોધ કરનારા વિફર્યા, પોલીસકર્મીઓને પણ બનાવ્યા નિશાન
પીડિતાને ચીસો પાડવાથી રોકવા માટે તેનું માથું દિવાલ અથવા ફ્લોર પર ધકેલવામાં આવ્યૂ હતું. મહિલાની આંખ, મોં અને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું. પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઈની ડોક્ટરનો મૃતદેહ 9 ઓગસ્ટની સવારે હોસ્પિટલના સેમિનાર હોલની અંદરથી મળી આવ્યો હતો. શનિવારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.