નેશનલ

કોલકાતા ડોક્ટર કેસઃ IMA એ 17મી ઓગસ્ટે જાહેર કરી હડતાળ

નવી દિલ્હીઃ કોલકાતામાં ટ્રેઈની ડોક્ટરનો રેપ અને હત્યાના કેસના પડઘા આકરા પડી રહ્યા છે, જે સંદર્ભે દેશમાં ડોક્ટરની સુરક્ષાને લઈ વિભિન્ન સંગઠન ધીમે ધીમે એક થઈ રહ્યું છે. હવે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ)એ 17મી ઓગસ્ટના દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે અને એની સાથે આઈએમએ હોસ્પિટલને સેફ ઝોન જાહેર કરવાની પણ માગણી કરી છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ)ના જનરલ સેક્રેટરી અનિલ કુમારે કહ્યું છે કે અમારી માગ છે કે દેશની હોસ્પિટલને સલામત ઝોન જાહેરા કરવામાં આવે, જ્યાં સુરક્ષાની સાથે સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા હોવી જોઈએ.
હોસ્પિટલમાં કામ કરનારી 60 ટકા ડોક્ટર અને નર્સ મહિલાઓ હોય છે. સરકાર સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક લાગુ કરવાનો અનુરોધ કર્યો છે. આઈએમએ પહેલા કોલકાતા આરજી કર મેડિકલ હોસ્પિટલમાં તોડફોડ કરવાના વિરોધમાં ડોક્ટરના સંગઠન (ફેડરેશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિયેશન)ને હડતાળ પર જવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : Kolkata rape-murder case: પીડિતા પર ગેંગરેપ થયો હતો! ઓટોપ્સી રીપોર્ટ બાદ એક ડોક્ટરનો દાવો

ફેડરેશનના ટ્રેઈની ડોક્ટરે બે દિવસ સુધી હડતાળ પર ગયા હતા, ત્યાર બાદ ડોક્ટર્સના સંગઠનના અધિકારીઓ સાથે વાટાઘાટ કરવામાં આવ્યા પછી હડતાળ સમેટી લેવામાં આવી હતી. બીજી બાજુ દિલ્હી એઈમ્સ હોસ્પિટલના સ્ટાફ-ડોક્ટર દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. દરમિયાન ડોક્ટરના સંગઠને પણ કોલકાતાની ટ્રેઈની ડોક્ટર માટે ન્યાયની અપીલ કરી હતી. આ ઉપરાંત, કોલકાતાની હોસ્પિટલમાં થયેલી તોડફોડની ઘટના મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ટ્રેની ડોક્ટરનો રેપ અને મર્ડરના કિસ્સામાં વિરોધ પ્રદર્શન પછી બુધવારે રાતે આરજી કર મેડિકલ હોસ્પિટલમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવી હતી. આ કિસ્સામાં નવ જણની અટક કરવામાં આવી છે. આ અંગે ફેડરેશને નિવેદન આપ્યું હતું કે બુધવારે રાતની હિંસાએ અમને સ્તબ્ધ કરી દીધા છે. અમારા પ્રોફેશન માટે કાળા કલંક સમાન છે. આ હુમલા પછી અમે પણ હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. આ કેસમાં રાજ્ય સરકારે પણ કડક વલણ અખત્યાર કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button