નેશનલસ્પોર્ટસ

સૌરવ ગાંગુલીએ બ્લન્ડર બાદ હવે નક્કી કર્યું છે કે…

મહિલા ડોક્ટરની હત્યાના બનાવ સામેના આંદોલન વિશે લીધો મોટો નિર્ણય

કોલકાતા: અહીંની આર.જી. કર મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર ગૅન્ગ-રેપ અને મર્ડરનો જે ઘૃણાસ્પદ બનાવ બની ગયો એ વિશે ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ શનિવારે કોલકાતાની એક ઇવેન્ટમાં પ્રવચન દરમ્યાન મહિલા ડૉક્ટરના બનાવ સંબંધમાં જે પ્રતિક્રિયા આપી હતી એના પર સોશિયલ મીડિયામાં પોતાની ખૂબ ટીકા થયા બાદ ગાંગુલીએ સુધારેલું નિવેદન તો આપ્યું જ હતું, હવે તેણે જાહેર કર્યું છે કે બુધવાર, 21મી ઑગસ્ટે તે પત્ની ડોના અને પુત્રી સના સાથે મળીને બનાવ સામેની વિરોધ રૅલીમાં ભાગ લેશે.

ડોના ગાંગુલીની દીક્ષા મંજરી નામની ડાન્સ ઍકેડેમીના મેમ્બર્સ પણ કોલકાતાના બેહાલા ચૌરસ્તાથી સાંજે 7.30 વાગ્યે શરૂ થનારી આ રૅલીમાં ભાગ લેશે. ડોનાની આ ડાન્સ ઍકેડેમીમાં ઘણી છોકરીઓ નૃત્યની તાલીમ લે છે. ઍકેડેમીની તમામ છોકરીઓ ડોના ગાંગુલીની આગેવાનીમાં શાંતિપૂર્વક રૅલી યોજશે.

ગાંગુલીએ એક અખબારી મુલાકાતમાં કહ્યું હતું કે ‘શનિવારે મેં ટ્રેઇની મહિલા ડૉક્ટરની ગોઝારી ઘટના વિશે જે કંઈ કહ્યું હતું એનું ખોટું અર્થઘટન કરાયું હતું અને એટલે જ મને તથા મારી ફૅમિલીને સોશિયલ મીડિયામાં ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.’

શનિવારે સૌરવ ગાંગુલીએ તાલીમી મહિલા ડૉક્ટર પરના બળાત્કાર અને હત્યાના બનાવ સંબંધમાં એવું કહ્યું હતું કે ‘એકાદ બનાવ પરથી એવું ન માની લેવું જોઈએ કે (પશ્ર્ચિમ બંગાળ) છોકરીઓ અને મહિલાઓ માટે સલામત નથી. દરેક વ્યક્તિ અસલામત છે એવું કોઈએ ન માનવું જોઈએ. આવી ઘટના આખી દુનિયામાં બનતી હોય છે. એના પરથી એવું ન ધારી લેવું કે છોકરીઓ અસલામત છે. માત્ર પશ્ર્ચિમ બંગાળમાં જ નહીં, આખા ભારતમાં મહિલાઓ સલામત છે જ. આપણે જ્યાં રહેતા હોઈએ એને શ્રેષ્ઠ જગ્યા માનવી જોઈએ.’

આ પણ વાંચો : કોલકાતામાં રેપ-મર્ડર કેસને લઈ સ્ટેડિયમ બહાર પ્રદર્શન, લાઠીચાર્જ પછી મેચ રદ્દ કરાઈ

બાવન વર્ષીય ગાંગુલીના આવા વિચારોને પગલે સોશિયલ મીડિયામાં ગાંગુલી ખૂબ ટ્રૉલ થયો હતો. જોકે રવિવારે ગાંગુલીએ સ્પષ્ટતા બહાર પાડી હતી જેમાં તેણે કહ્યું હતું કે ‘મેં શનિવારે જે કંઈ કહ્યું એનું ખોટું અર્થઘટન કરાયું છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે આવા ગુના જરાય સાંખી ન લેવાય. હવે તો પોલીસની સાથે સીબીઆઇ પણ તપાસ કરી રહી છે. જે કંઈ બની ગયું એ ખૂબ શરમજનક કહેવાય.’

ગાંગુલી રવિવારે ખુલાસો કર્યા પછી જ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માગતો હતો, પરંતુ બે દિવસથી મુંબઈમાં હોવાથી અને પરિસ્થિતિને શાંત પડવા દેવા માગતો હોવાથી હવે તેણે બુધવારે રૅલીમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો