કોલ્હાપુરી ચપ્પલનો ‘અનધિકૃત ઉપયોગ’: ઈટાલિયન ફેશન હાઉસ સામે પીઆઇએલ, વળતરની માગણી

મુંબઈ: કોલ્હાપુરી ચપ્પલના કથિત અનધિકૃત ઉપયોગ બદલ ઇટાલિયન ફેશન હાઉસ પ્રાદા વિરુદ્ધ બોમ્બે હાઇ કોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરવામાં આવી છે અને ભારતીય કારીગરોને તેમની ડિઝાઈનની નકલ કરવાના આરોપસર વળતર ચુકવવાની માગણી કરવામાં આવી છે.
પ્રાડાએ તેના સ્પ્રિંગ/સમર કલેક્શનમાં ફેશનેબલ ‘તો રિંગ સેન્ડલ’ દર્શાવ્યા હતા. આ સેન્ડલ અને કોલ્હાપુરી ચપ્પલમાં ઘણું સમય છે એવી રજૂઆત અરજીમાં કરવામાં આવી છે. આ સેન્ડલની કિંમત પ્રતિ જોડી 1 લાખ રૂપિયા છે.
આ પણ વાંચો: પ્રાદાએ ચપ્પલની ચર્ચા પર તોડ્યું મૌન, જાણો શું કહ્યું કોલ્હાપુરી ચપ્પલની ડિઝાઈન કોપીના આક્ષેપ પર?
પુણે સ્થિત છ વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ‘કોલ્હાપુરી ચપ્પલ મહારાષ્ટ્રનું સાંસ્કૃતિક પ્રતીક છે.’ આ અરજી પ્રાદા ગ્રુપ અને મહારાષ્ટ્ર સરકારના વિવિધ અધિકારીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.
અરજીમાં પ્રાદાને કોઈ પણ પ્રકારની માન્યતા વિના તેના ‘ટો-રિંગ સેન્ડલ’નું વ્યાપારીકરણ કરવા અને તેનો ઉપયોગ કરવા અને ફેશન જૂથ માટે જાહેરમાં માફી માંગવા અને કોલ્હાપુરી ચપ્પલના ઉપયોગને સ્વીકારવા માટે નિર્દેશ માંગ્યો છે.
આ પણ વાંચો: એક જોડી કોલ્હાપુરી ચંપલની કિંમત દોઢ લાખ રૂપિયા???
અરજીમાં એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે કોલ્હાપુરી ચપ્પલ પહેલેથી જ જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન ધરાવે છે અને જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન્સ ઓફ ગુડ્સ (રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન) એક્ટ હેઠળ સુરક્ષિત છે.
(પીટીઆઈ)