જાણો કોણ છે પ્રીતિ સુદન? જેમને સોંપાઈ UPSCની કમાન
કેન્દ્ર સરકારે યુપીએસસીના(UPSC)નવા અધ્યક્ષના નામની જાહેરાત કરી છે. 1983 બેચના IAS અધિકારી પ્રીતિ સુદનને નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમની નિમણૂક 1 ઓગસ્ટ, 2024થી અમલી બનશે. તાલીમાર્થી IAS પૂજા ખેડકર વિવાદ દરમિયાન પૂર્વ UPSC અધ્યક્ષ મનોજ સોનીના રાજીનામા બાદ આ પદ ખાલી થઈ ગયું હતું. તેમણે તેમનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામું આપી દીધું હતું. મનોજ સોનીએ અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
કોણ છે પ્રીતિ સુદન?
પ્રીતિ સુદન પૂર્વ આરોગ્ય સચિવ રહી ચૂક્યા છે. તે 2022 થી યુપીએસસીના સભ્ય છે. પ્રીતિ આંધ્રપ્રદેશ કેડરના 1983 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ જુલાઈ 2020 માં સમાપ્ત થયો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં કામ કરવા ઉપરાંત તેણે સંરક્ષણ મંત્રાલયમાં પણ કામ કર્યું છે. તેમણે આંધ્ર પ્રદેશમાં નાણાં, આયોજન, આપત્તિ વ્યવસ્થાપન, પ્રવાસન અને કૃષિ વિભાગમાં સેવા આપી હતી.
ઇ- સિગરેટ પર પ્રતિબંધ સંબંધિત કાયદો બનાવવામાં ફાળો
પ્રીતિ સુદન વિશ્વ બેંક માટે સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. માહિતી અનુસાર, પ્રીતિ સુદાને દેશમાં બે મુખ્ય કાર્યક્રમ ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘આયુષ્માન ભારત’ શરૂ કરવા ઉપરાંત નેશનલ મેડિકલ કમિશન, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ કમિશન અને ઇ- સિગરેટ પર પ્રતિબંધ સંબંધિત કાયદો બનાવવામાં ફાળો આપ્યો હતો.
પૂજા ખેડકર વિવાદ
ટ્રેની IAS પૂજા ખેડકરના કેસને લઈને હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. પૂજાના સર્ટિફિકેટ સહિત ઘણા દાવા નકલી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, UPSCએ ટ્રેઇની IAS પૂજા વિરુદ્ધ FIR પણ નોંધી છે. UPSC તપાસમાં સામે આવ્યું છે કે પૂજા ખેડકરે નકલી ઓળખનો ઉપયોગ કર્યો હતો. તેણે નકલી ઓળખનો ઉપયોગ કરીને પરીક્ષા આપી હતી.
કમિશને સિવિલ સર્વિસીસ પરીક્ષા-2022 માટે તેમની ઉમેદવારી રદ કરવા અને ભવિષ્યની પરીક્ષાઓ અથવા પસંદગીઓમાંથી દૂર રાખવા માટે શો -કોઝ નોટિસ પાઠવી છે.
Also Read –