જાણો કયારથી શરૂ થશે પવિત્ર Chardham Yatra,નોંધી લો તારીખ

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના હાલ મહાકુંભ ચાલી રહ્યો છે. જે મહાશિવરાત્રિના દિવસે આખરી અમૃત સ્નાન સાથે સમાપ્ત થશે. આ મહાકુંભમાં અત્યાર સુધી 52 કરોડને પવિત્ર સ્નાન પણ કર્યું છે.
જોકે,આ ઉપરાંત હિંદુ ધર્મમાં જીવન દરમિયાન ચાર ધામ યાત્રાનું પણ વિશેષ મહત્વ છે. જેમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા અને દર્શન મહત્વના છે. આ વર્ષે 2025માં ચાર ધામ યાત્રા(Chardham Yatra) એપ્રિલ માસમાં શરૂ થશે અને આ મંદિરોના કપાટ દર્શન માટે ખુલશે.
આપણ વાંચો: Char Dham Yatra : ચાર ધામ યાત્રાને લઇને આવ્યા મહત્વના સમાચાર, આ લોકોને નહિ મળે અત્યારે દર્શનનો લાભ
ચારધામ યાત્રા 6 મહિના સુધી ચાલે છે
ચાર ધામ યાત્રા આ વર્ષે 30 એપ્રિલ 2025 થી શરૂ થશે. આ દિવસે જ ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર ખુલશે. કેદારનાથ મંદિરના કપાટ 2 મે 2025 ના રોજ ખુલશે. તેની બાદ બદ્રીનાથના કપાટ 4 મે 2025 ના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલશે. ઉત્તરાખંડમાં સ્થિત આ ચાર ધામોના દર્શન માટે શ્રદ્ધાળુઓ દેશના અનેક વિસ્તારોમાંથી આવે છે. ચારધામ યાત્રા 6 મહિના સુધી ચાલે છે. ત્યારબાદ હિમવર્ષાના પગલે બધા મંદિરોના કપાટ બંધ થાય છે.
- યમુનોત્રીના દર્શન
આ ચાર ધામ યાત્રા દરમિયાન યમુનોત્રીના પહેલા દર્શન કરવામાં આવે છે. આ અંગે એવી ધાર્મિક માન્યતા છે કે, જો તમે યમુનોત્રીથી યાત્રા શરૂ કરો છો તો ચારધામ યાત્રા કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે. યમુનોત્રીમાં માતા યમુનાની પૂજા કરવામાં આવે છે. અહીં દેવી યમુનાનું મંદિર આવેલું છે. જ્યા શ્રદ્ધાળુઓ ભારે ભકિતભાવ પૂર્વક પૂજા- અર્ચના કરે છે.
આપણ વાંચો: ચારધામ યાત્રા પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ લેટેસ્ટ અપડેટ જાણી લેજો
૨. ગંગોત્રીના દર્શન
આ ચાર ધામ યાત્રા દરમિયાન બીજું સ્થાન ગંગોત્રી ધામ છે. અહીં માતા ગંગાનું એક મંદિર આવેલું છે. ગંગોત્રીના દર્શન કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે તેવી ધાર્મિક માન્યતા છે.
૩. કેદારનાથ ધામ
ચાર ધામ યાત્રા દરમિયાન શિવભક્તો માટે કેદારનાથ ધામ અનોખુ મહત્વ ધરાવે છે. કેદારનાથ ધામ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. કેદારનાથના દર્શન કરવાથી બાબા કેદારનાથના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાની માન્યતા છે.
આપણ વાંચો: ચારધામની યાત્રાની કરી લો આયોજન; 4 મેનાં રોજ ખુલશે બદ્રીનાથના કપાટ…
૪. બદ્રીનાથ ધામ
જ્યારે અતિ મહત્વની ગણાતી ચારધામ યાત્રા બદ્રીનાથની મુલાકાત સાથે સમાપ્ત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, બદ્રીનાથ ધામના દર્શન કરવાથી ભક્તોના બધા પાપ ધોવાઈ જાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં ખુશીઓ આવે છે.
( નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. મુંબઈ સમાચાર કોઈ પણ બાબતની સત્યતાનો પુરાવો આપતું નથી)