નવા વર્ષમાં થશે LPG સિલિન્ડરના ભાવથી લઇને GSTમાં થશે શું મોટા ફેરફારો તે જાણો

મુંબઇઃ 2024નું વર્ષ સમાપ્ત થવામાં છે અને 2025ની સાલના આગમનની તૈયારીઓ થઈ રહી છે. આ સમયે તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે પહેલી જાન્યુઆરીથી કઈ મહત્વની બાબતો બદલાવા જઈ રહી છે જેની સીધી અસર તમારા ખીસ્સા પર પડશે. આવો આપણે આ ફેરફારો જાણીએ.
પહેલી જાન્યુઆરી 2025થી ટેલિકોમ કંપનીઓ માટે કેટલાક નવા નિયમો અમલમાં આવશે. આ નિયમો હેઠળ કંપનીઓએ ઓપ્ટિકલ ફાઇબર અને નવા મોબાઈલ ટાવર લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેનાથી કંપનીઓને તેમની સેવાઓ સુધારવામાં મદદ કરશે મળશે.
Amazon India પહેલી જાન્યુઆરી 2 25 થી પ્રાઇમ મેમ્બરશીપના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે પ્રાઇમ વીડિયોને એક એકાઉન્ટમાંથી માત્ર બે ટીવી પર જ સ્ટ્રીમ કરી શકાશે. વધુ ટીવી પર સ્ટ્રીમિંગ કરવા માટે વધારાના સબસ્ક્રીપ્શનની જરૂર પડશે.
GSTNએ પહેલી જાન્યુઆરી 2025 થી GST પોર્ટલમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે. જે ઈ-વે બિલ સાથે સંબંધિત છે. એક ફેરફાર જીએસટી પોર્ટલની સુરક્ષિત એક્સેસ સાથે સંબંધિત છે. આ નિયમોને યોગ્ય રીતે લાગુ કરવામાં નિષ્ફળતાના પરિણામે ખરીદદારો, વેચાણકારો અને ટ્રાન્સપોર્ટરોને નુકસાન થઈ શકે છે.
ભારતીય રિઝર્વ બેન્ક એ પહેલી જાન્યુઆરી 2025 થી NBFCs અને HFCs ફિક્સ્ડ ડિપોઝિટ સબંધી તેની નીતિઓમાં ફેરફાર કર્યો છે આમાં લોકો પાસેથી ડિપોઝિટ લેવાના નિયમો, સંપત્તિ જાળવી રાખવાની ટકાવારી અને ડિપોઝિટ વાપરવાના નિયમો સંબંધિત ફેરફારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…Petrol-Diesel Price: આજે બદલી ગયા પેટ્રોલ ડિઝલના ભાવ; જાણો કેટલી છે કિંમત
નવું વર્ષ આવતાની સાથે જ કારની કિંમતમાં પણ વધારો ટોળાઈ રહ્યો છે. ઘણી મોટી કાર કંપનીઓએ ભાવ વધારાની જાહેરાત કરી છે, જેમાં મારુતી સુઝુકી, હુન્ડાઈ, mahindra, mercedes-benz, bmw અને ઓડી નો સમાવેશ થાય છે. આ કંપનીઓ તેમની કારની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે.
તેલ કંપનીઓ દર મહિનાના પહેલા દિવસે એલપીજીના ભાવની સમીક્ષા કરે છે. છેલ્લા પાંચ મહિનામાં19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. જોકે, 14.2 kg ના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.