નેશનલ

જાણો ધોરણ છથી લઈ લેફ્ટનન્ટ બનવા સુધીની આ મિત્રતાની અનોખી સફર

દેહરાદૂન: સામાન્ય રીતે ફિલ્મો કે વેબ સિરિઝમાં મિત્ર છેલ્લે સુધી સાથ નિભાવતા હોય તેવી મીસાલો જોવા મળતી હોય છે. જ્યારે મણીપુરમાં આવી જ એક મિત્રતાની મીસાલ જોવા મળી છે. ઇન્ડિયન મિલિટરી એકેડેમી (IMA)માં શનિવારે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી, જ્યાં મણિપુરના છ યુવાનો લેફ્ટનન્ટ તરીકે ભારતીય સેનામાં જોડાયા. ઉલ્લેખનીય છે કે આ તમામ 6 યુવાનો એક સાથે છઠ્ઠા ધોરણથી સફર કરી રહ્યા છે. જે આજે મિલિટરી અધિકારી બનવા સુધી ચાલી રહ્યો છે. 2013માં ઇમ્ફાલની સૈનિક સ્કૂલમાં આ યુવાનોએ એકસાથે NDA પરીક્ષા પાસ કરી, એકસાથે તાલીમ લીધી અને હવે એકસાથે અધિકારી બન્યા છે. આ ઘટના દરેકના પરિવાર માટે ગૌરવની ક્ષણ છે, કારણ કે આ તમામ યુવાનો તેમના પરિવારમાંથી સેનામાં જોડાનારા પ્રથમ વ્યક્તિ છે.

અધિકારીઓની નવી શરૂઆત

IMAના ખેતરપાલ ઓડિટોરિયમમાં લેફ્ટનન્ટ થોકચોમ શિગ્ગર્થ, એમ. દેનિશ સિંહ, નાઓટન માએટેઈ, નાઓબા, મેઘનાથ સોઈબામ અને રોન્દેન્દ્રો અંગોમે સેનાના અધિકારી તરીકેની શપથ લીધા હતા. આ છ મિત્રો 2021માં NDA પરીક્ષા પાસ કરીને એકસાથે તાલીમ માટે પસંદ થયા હતા. બાળપણથી એકબીજાની સાથે શાળામાં રમતા, ભણતા અને સ્પર્ધાઓમાં ભાગ લેતા આ મિત્રોએ એકબીજાને પ્રેરણા આપી. હવે તેઓ અલગ-અલગ રેજિમેન્ટમાં જઈ રહ્યા છે, જે તેમની યાત્રાનો નવો તબક્કો છે.

આ પણ વાંચો -‏‏‎ પીએમ મોદી ત્રણ દેશના પ્રવાસે રવાના, G-7 સમિટમાં છઠ્ઠી વખત ભાગ લેશે…

બાળપણથી બંધાયેલો સંબંધ

આ છ યુવાનોના પરિવારની પૃષ્ઠભૂમિ સામાન્ય છે. તેમના પિતા ખેડૂત, નાના વેપારી કે દુકાનદાર છે. સૈનિક સ્કૂલમાં સવારની ડ્રિલ, હોસ્ટેલની શિસ્ત અને શાળાના મેદાનની સ્પર્ધાઓએ તેમને એકબીજા સાથે જોડ્યા.તેમાના એક યુવાને જણાવ્યું કે, “અમે એકબીજા પાસેથી જીવન શીખ્યા, ફક્ત રમત કે ભણતર નહીં.” મણિપુરે તાજેતરના વર્ષોમાં જાતિ-આધારિત અશાંતિનો સામનો કર્યો છે, જેનાથી સામાન્ય જનજીવન અટકી ગયું હતું. પરંતુ આ યુવા અધિકારીઓએ આ વિષયે સંયમી અભિગમ દર્શાવ્યો. લેફ્ટનન્ટ દેનિશે આ બાબતે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “સારો ખરાબ સમય જીવનનો ભાગ છે. આપણે બંનેમાંથી શીખીએ છીએ અને અમારી કારકિર્દી પર ધ્યાન આપીએ છીએ.” તેમના પરિવારજનો, જેમાં ખેડૂત એ. ઇન્ગોચા પણ હતા, તેમણે ગર્વથી પોતાના પુત્ર નાઓટન અને તેના મિત્રોને અધિકારી તરીકે શપથ લેતા જોયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button