આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

Baba Siddique એ મોતના થોડા કલાક પહેલાં શું કર્યું હતું ટ્વિટ, જાણો

Baba Siddique Latest News: મુબંઈના બાંદ્રા ઈસ્ટમાં શનિવારે સાંજે અજાણ્યા હુમલાખોરોએ અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્દીકીના પેટ અને છાતીમાં ગોળી વાગી હતી. તેમને ઘાયલ અવસ્થામાં લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. મુંબઈ પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે. સિદ્દીકીએ દશેરાને લઈ અંતિમ ટ્વિટ કર્યુ હતું તે જ દિવસે અંતિમ શ્વાસ લીધા.

શું હતું બાબા સિદ્દીકીનું અંતિમ ટ્વિટ
સિદ્દીકીએ વિજયાદશમીના અવસર પર લોકોને શુભકામના આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેણે સવારે 11.11 કલાકે ટ્વિટ કર્યુ હતું. ટ્વિટમાં સિદ્દકીએ લખ્યું હતું કે, તમામને દશેરાની શુભકામના. આ દશેરા તમામ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.

બાબા સિદ્દીકીની મુંબઈની રાજનીતિમાં એક મોટા નેતા તરીકેની ઓળખ છે. તેણો ઘણા વર્ષો સુધી કોંગ્રેસ સાથે રહ્યા અને ચાલુ વર્ષે પાર્ટીને અલવિદા કહી અજિત પવારની એનસીપીમાં સામેલ થયા હતા. બાબા સિદ્દીકીનું પૂરું નામ ઝિયાઉદ્દીન સિદ્દીકી છે. તેમના પિતાનું નામ અબ્દુલ રહીમ સિદ્દીકી અને માતાનું નામ રઝિયા સિદ્દીકી છે. બાબા સિદ્દીકીએ શાહઝીન સિદ્દીકી સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે, એક પુત્રી ડો. અર્શિયા સિદ્દીકી અને એક પુત્ર જીશાન સિદ્દીકી. જીશાન સિદ્દીકી હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય છે અને મુંબઈ યુથ કોંગ્રેસના પ્રમુખ પણ છે. બાબા સિદ્દીકીએ મુંબઈની સેન્ટ એન હાઈસ્કૂલમાંથી 12મું પાસ કર્યું હતું. આ પછી તેણે મુંબઈની M.M.K કોલેજમાંથી વધુ અભ્યાસ કર્યો.

બાબા સિદ્દીકીની અત્યાર સુધીની રાજકીય સફર
બાબા સિદ્દીકીએ વિવિધ વિદ્યાર્થી ચળવળોમાં ભાગ લીધો અને 1977 માં કિશોર વયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તેઓ 1980 માં બાંદ્રા યુથ કોંગ્રેસના બાંદ્રા તાલુકાના મહાસચિવ બન્યા અને પછીની બે ચૂંટણીઓમાં તેના પ્રમુખ તરીકે ચૂંટાયા. 1988માં તેઓ મુંબઈ યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને 1992માં BMCમાં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા. બાબા સિદ્દીકી 1999માં બાંદ્રા પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય બન્યા હતા. 2000-2004 સુધી મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને મ્હાડા મુંબઈ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker