નેશનલ

ભારતના આ ડ્રોને પાકિસ્તાનમાં ઘૂસીને મચાવી તબાહી, જાણો કેમ કહેવાય છે સ્યુસાઈડ ડ્રોન

નવી દિલ્હીઃ ભારતે આજે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના અનેક આતંકવાદી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશન દરમિયાન એક ખાસ પ્રકારના ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને સ્યુસાઈડ ડ્રોન પણ કહેવાય છે. જે છુપાઈને ટાર્ગેટ પાર પાડે છે. તેને LMS ડ્રોન કહેવાય છે.

LMS ડ્રોનનો મતલબ લૉ કોસ્ટ મિનિએચર સ્વાર્મ ડ્રોન અથવા લોઈટેરિંગ મ્યુનિશન સિસ્ટમ છે. જે એક હથિયારબંધ ડ્રોન છે. તેનો ઉપયોગ ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાને નિશાન બનાવવા માટે કર્યો હતો.

કેમ કહે છે સ્યુસાઈડ ડ્રોન

આ ડ્રોન હવામાં લાંબી રેન્જથી ટાર્ગેટ પાર પાડી શક છે. તે ખુદને ક્રેશ કરીને વિસ્ફોટ કરી દેતું હોવાથી તેને સ્યુસાઈડ ડ્રોન પણ કહે છે. આ ડ્રોન આતંકવાદી સ્થળો, હથિયાર ડેપો, રડાર સિસ્ટમ કે અન્ય મહત્ત્વપૂર્ણ લક્ષ્યનો નાશ કરવામાં સક્ષમ છે.

આ ડ્રોન સ્વાર્મ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એટલે કે અનેક ડ્રોન એક સાથે મળીને હુમલો કરે છે. આ ટેકનિક દુશ્મનોની અર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડે છે. સ્વાર્મ ડ્રોન એક સાથે અનેક એંગલથી લક્ષ્ય પર હુમલો કરી શકે છે. જેનાથી રડાર એન્ટિના, કમાન્ડ સેન્ટર જેવા મહત્ત્વના ટાર્ગેટને નિશાન બનાવી શકાય છે.

આ ડ્રોનને ડીઆરડીઓ અને ખાનગી કંપનીઓના સહયોગથી વિકસિત કરવામાં આવી છે. તેનો ખર્ચ પારંપરિક મિસાઈલોની તુલનામાં ઘણો ઓછો છે. આ ડ્રોનમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા, થર્મલ ઈમેજિંગ અને જીપીએસ આધારિત નેવિગેશન સિસ્ટમ હોય છે. કેટલાક મોડલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિગનો ઉપયોગ થાય છે, જે નિર્ણય લેવામાં દદ કરે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકીઓને ટ્રેક કરી શકાય તે માટે એનટીઆરઓ દ્વારા ડ્રોનને ડેટા પૂરા પાડવામાં આવ્યા હતા. આ ડ્રોનની ગતિ 50 માઈલ પ્રતિ કલાકની છે.

આ ડ્રોનનો પ્રથમ વખત ઉપયોગ 1980ના દાયકામાં કરવામાં આવ્યો હતો. તે સમયે વિસ્ફોટક લઈ જવામાં આવ્યા હતા. બાદમાં તેનો ઉપયોગ વિરોધીઓની એર ડિફેન્સ સિસ્ટમને નાશ કરવામાં આવ્યો હતો. 1990ના દાયકામાં સેનાએ આ ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો અને 2000ના દાયકામા તેનો ઉપયોગ ખૂબ વધ્યો હતો. આ ડ્રોન લાંબા અંતરના હુમલામાં પણ કામ આવે છે. તેના નાના કદના કારણે ગમે ત્યાં સેટ કરી શકાય છે અને છુપાવાની ક્ષમતાથી દુશ્મનને ચોંકાવી શકે છે.

શું છે ઓપરેશન સિંદૂર

પહલગામ હુમલાનો જવાબ આપવા મંગળવાર રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. ઘાતક ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ હુમલાઓમાં નવ સ્થળોએ આતંકવાદી કેમ્પ અને માળખાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે સેનાએ જાહેર કર્યું કે ન્યાય થયો છે! તેનું નામ હતું- ઓપરેશન સિંદૂર. પહલગામ હુમલામાં, આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. હુમલાના 15 દિવસ પછી મંગળવાર મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બંનેમાં આતંકવાદી કેમ્પો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપરેશનની ખાસ વાત એ હતી કે પાકિસ્તાનની કોઈપણ લશ્કરી છાવણી તેની રેન્જમાં ન આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ભારતે માત્ર આતંકવાદી કેમ્પ અને માળખાઓને જ નિશાન બનાવ્યા હતા.

આ પણ વાંચો….ઓપરેશન સિંદૂરને આ રીતે આપવામાં આવ્યો અંજામ, વાંચો ઈનસાઈડ સ્ટોરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button