ફાયર ક્રેકર્સ ઈન્સ્યોરન્સ વિશે સાંભળ્યું છે? હજુ મોડું નથી થયું લેવો હોય તો લઈ લો

દિવાળી એટલે દરેક માટે અલગ અલગ પ્રકારનું સેલિબ્રેશન. કોઈ માટે રજાઓ અને વેકેશન, કોઈ માટે નવા કપડા તો કોઈ માટે પરિવાર સાથેની મોજમજા, પણ બાળકોથી માંડી ઘણા મોટા લોકોને પણ એક કોમન વસ્તુ છે જે ગમે છે અને તે છે ફટાકડા. વર્ષોથી દિવાળી નિમિત્તે ફટાકડા ફોડવાની મજા લોકો લેતા હોય છે. જોકે આ મજા ઘણીવાર જીવલેણ બની જતી હોય છે.
ફટાકડા ફોડતા સમયે અકસ્માતો થવાની સંભાવના હોય છે અને દર દિવાળીએ આવી ઘણી ઘટનાઓ બને છે. જો આવી કોઈ ઘટના કમનસીબે બની જાય તો મોટો ખર્ચ થાય છે. આ સમયે તમારી પાસે ખાસ ફટાકડા માટેનો વીમો હોય તો તમને મદદ મળી શકે છે. તો આ સુવિધા તમને ઓનલાઈન પેમેન્ટ એપ (PhonePe) ફોન પે આપી રહી છે. તો બીજી બાજુ CoverSure કંપની પણ તમને વીમો આપે છે.
ફોનપેએ ફાયરક્રેકર ઈન્સ્યોરન્સ શરૂ કર્યો છે. આ વીમો ફક્ત 11 રૂપિયામાં ઓનલાઈન લઈ શકાય છે. ફટાકડાને કારણે અકસ્માત થાય તો 25,000 રૂપિયાનું વીમા કવર ઉપલબ્ધ છે.
ગયા વર્ષે, આ વીમો 9 રૂપિયામાં આપવામાં આવતો હતો. હવે તેમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે આ વીમો તહેવારોના નિયત દિવસો દરમિયાન જ વેલિડ ગણાય છે. એટલે કે વીમાધારક અને તેના પરિવારને લગભગ 11 દિવસ માટે રૂ. 25,000નો વીમા કવર મળશે.
CoverSure ફિનટેક કંપનીએ પણ આવી જ પોલિસી જાહેર કરી છે. કંપની ફક્ત 5 રૂપિયાના પ્રીમિયમ પર 50,000 રૂપિયાનો વીમો આપશે. જેમાં જો ફટાકડાને લીધે વીમાધારકનું મૃત્યુ થાય તો રૂ. 50,000 મળે છે. જ્યારે ફટાકડાને કારણે ઇજા થવાના કિસ્સામાં, 10,000 રૂપિયા સુધીની મદદ મળે છે. આ પોલિસી પણ તહેવાર દરમિયાન 10 દિવસ માટે ઉપલબ્ધ છે, જે ઓનલાઈન લઈ શકાય છે. આ વીમામાં જો 24 કલાકથી વધારે હોસ્પિટલાઈજેશન થાય તો ખર્ચ મળે છે,