જાણો … પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલાને નાકામ બનાવનાર કાઉન્ટર યુએવી સિસ્ટમ અંગે

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલાનો બદલો લેવા ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે. જેમાં ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી કેમ્પોનો તબાહ કરીને હુમલાનો બદલો લીધો. આ કાર્યવાહીથી હતાશ થઈને પાકિસ્તાને 8 મેની રાત્રે સરહદની નજીક આવેલા ભારતીય શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેનો પાકિસ્તાનને ભારતીય સેના તરફથી યોગ્ય જવાબ મળ્યો. ભારતીય સેનાએ માત્ર પાકિસ્તાનના ડ્રોન જ નહીં પરંતુ પાકિસ્તાનના દરેક હુમલાને નાકામ કર્યો છે.
હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવ્યો
ભારતીય વાયુસેના (IAF)એ તેની મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવ્યો. ગઈકાલે રાત્રે વાયુસેનાએ જમ્મુ ક્ષેત્રમાં પાકિસ્તાનના ડ્રોન ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા માટે એડવાન્સ્ડ કાઉન્ટર યુએવી સિસ્ટમ (CUAS)નો ઉપયોગ કર્યો હતો.
આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?
અદ્યતન કાઉન્ટર યુએવી સિસ્ટમ્સમાં જામર, સોફ્ટ કિલ, હાર્ડ કિલ, પેચોરા, સમર અને એર ડિફેન્સ ગનનો સમાવેશ થાય છે. વાયુસેનાએ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી ડ્રોનની પ્રવૃત્તિઓ, રૂટ અને નકશા પર નજર રાખી. ભારતીય વાયુસેનાએ આ હુમલાનો સંયમપૂર્વક જવાબ આપ્યો અને તેથી જ ભારતને કોઈ મોટું નુકસાન થયું નહીં. અદ્યતન કાઉન્ટર યુએવી સિસ્ટમના કારણે ઘણા પાકિસ્તાની વિમાનો, મિસાઇલો અને ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો બલોચ નેતાએ પાકિસ્તાનને ખુલ્લો પડકાર ફેક્યો, કહ્યું – હવે કલમા વાંચીને કોઈને મારવામાં…
દેશની હવાઈ સરહદો સંપૂર્ણપણે સુરક્ષિત છે
વાયુસેનાની આ અભેદ્ય સંરક્ષણ દિવાલ માત્ર ખતરાને તાત્કાલિક ઓળખતી નથી પણ તે ખતરાને અસરકારક રીતે ટાળવામાં પણ મદદ કરે છે. ભારતીય વાયુસેનાની સતર્કતા અને તકનીકી ક્ષમતાઓ ફરી એકવાર દરેક ભારતીય માટે ગર્વનો વિષય બની ગઈ. ભારતીય વાયુસેનાએ માત્ર દેશની હવાઈ સરહદોને સંપૂર્ણપણે સુરક્ષિત કરી નહીં પરંતુ પાકિસ્તાનને સારો પાઠ પણ શીખવ્યો. ભારત પાકિસ્તાનના તમામ નાપાક ઇરાદાઓનો જોરદાર જવાબ આપી રહ્યું છે.