તો શું Punjab Governerનું પદ Kiran Bedi ને મળશે? | મુંબઈ સમાચાર
નેશનલ

તો શું Punjab Governerનું પદ Kiran Bedi ને મળશે?

ચંદીગઢઃ પંજાબ અને હરિયાણાના પૂર્વ રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતના રાજીનામા બાદ નવા રાજ્યપાલના નામને લઈને વિવિધ રાજકીય પક્ષોમાં અનેક અટકળો થઈ રહી છે. હાલમાં જ ભાજપના પ્રવક્તા ડૉ.કમલ સોઈએ પણ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું છે કે પંજાબના આગામી રાજ્યપાલ પ્રથમ મહિલા IPS હશે. તે કિરણ બેદી હશે. તેમની પોસ્ટ પળવારમાં વાયરલ થઈ હતી અને ચર્ચાએ જોર પક્ડયું હતું.

તેમણે કરેલું નિવેદન વધારે વિવાદ સર્જે તે પહેલા તેમણે ટ્વીટ ડિલીટ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. બે દિવસ પહેલા અહીંના રાજ્યપાલ બનવારીલાલ પુરોહીતના રાજીનામાના સમાચારે અચરજ ફેલાવ્યું હતું. તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યાનું કહ્યું હોવા છતાં ચર્ચાઓ જાગી હતી.

હવે ફરી નવા નામને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. ટેનિસ પ્લેયર અને ભારતના પ્રથમ મહિલા પોલીસ અધિકારી કિરણ બેદી અગાઉ પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ રહી ચૂક્યા છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ ઘણાએ તેમને રાજ્યપાલ જાહેર કરી દીધાં છે, પરંતુ હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.

સંબંધિત લેખો

Back to top button