ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Breaking: નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ કિંગમેકરની ભૂમિકા ભજવશે? શરદ પવાર બંને સાથે સંપર્કમાં

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Lok Sabha election 2024)ના રસપ્રદ પરિણામો સામે આવી રહ્યા છે, NDAને 400 સીટ મળવાનો દાવો તદ્દન પોકળ સાબિત થયો છે, NDA ગઠબંધન 300 બેઠકના આંકડા સુધી પહોંચવા સંઘર્ષ કરી રહી છે. બપોરે 3.30 વાગ્યે ચૂંટણી પંચના આંકડા મુજબ NDA ગઠબંધન 295 બેઠકો પર આગળ છે, જયારે INDIA ગઠબંધન 231 બેઠકો પર આગળ છે, ત્યારે INDIA ગઠબંધન દાવો કરી રહ્યું છે કે તે બહુમતીના આંકડા 272 સુધી પહોંચી શકે છે.

ભાજપે હવે કેન્દ્રમાં આગામી સરકાર બનાવવા માટે જનતા દળ યુનાઈટેડ(JDU)ના વડા નીતિશ કુમાર અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા ચંદ્રબાબુ નાયડુનો વિશ્વાસ ટકાવી રાખવો જરૂરી રહેશે, એવામાં આ બંને નેતા કિંગ મેકર સાબિત થઇ શકે છે. હાલ TDP 16 બેઠકો પર આગળ છે, જયારે JDU 14 બેઠકો પર આગળ છે.

નોંધનીય વાત એ છે કે, બંને નેતાઓ લોકસભાની ચૂંટણી 2024ના થોડા સમય પહેલા જ NDA ગઠબંધન સાથે જોડાયા હતા. બિહારમાં લાલુની આરજેડી સાથે છેડો ફાડ્યા બાદ નીતિશ કુમાર NDAમાં પાછા ફર્યા હતા, જ્યારે ચંદ્રાબાબુ નાયડુ 10 વર્ષ પહેલા અલગ થયા બાદ બીજેપીના નેતૃત્વના ગઠબંધનમાં જોડાયા હતા.

ભાજપ પોતાના દમ પર 272ના આંકડા સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, હાલ ભાજપ 240 બેઠકો પર આગળ છે, NDA-3 સરકાર બનાવવા માટે ભાજપને બંને આ પ્રાદેશિક નેતાઓના સમર્થનની જરૂર પડશે.

એવામાં અહેવાલો વહેતા થયા છે કે શરદ પવાર ચંદ્રબાબુ નાયડુ અને નેતા નીતિશ કુમારના સંપર્કમાં છે. પરિણામો સ્પષ્ટ થયા બાદ ભારતના રાજકરણમાં મોટા ફેરફારની શક્યતા સેવાઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button