નેશનલ

ઘૂસણખોરો મુદ્દે પીએમના પ્રહાર સામે ખડગેનો વળતો કટાક્ષ; કહ્યું શાસન તમારું તો દોષ વિપક્ષ પર કેમ?

નવી દિલ્હી: દેશના રાજકારણમાં ગેરકાયદે ઘૂસણખોરો મુદ્દે જીભાજોડી ચર્ચાના કેન્દ્રમાં છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં કહ્યું હતું કે કોંગ્રેસ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં મશગુલ છે અને તે ઈચ્છે છે કે ગેરકાયદે બાંગ્લાદેશીઓ આસામમાં વસી જાય. તેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે સત્તાધારી પાર્ટીના આ બધા બહાના છે અને પોતાની અક્ષમતાઓ માટે વિપક્ષને જ ગુનેગાર ઠેરવે છે.

પીએમ મોદીએ આસામના નામરૂપમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, “કોંગ્રેસ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેઓ ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામના જંગલો અને જમીનોમાં વસાવવા માંગે છે. તેઓ માત્ર પોતાની વોટબેંક મજબૂત કરવા માંગે છે, તેમને જનતાની કોઈ પરવા નથી.” તેમણે આગળ કહ્યું કે કોંગ્રેસ મતદાર યાદીમાં સુધારાનો વિરોધ કરી રહી છે કારણ કે તે માત્ર સત્તા હડપવા માંગે છે. તેઓ મારા દ્વારા કરવામાં આવતા દરેક સારા પ્રયાસનો વિરોધ કરે છે. ભાજપ સરકાર હંમેશા આસામી લોકોની ઓળખ, જમીન, ગૌરવ અને અસ્તિત્વની રક્ષા માટે કામ કરશે.

ઘૂસણખોરો પર પીએમ મોદીના નિવેદન પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “કેન્દ્રમાં તેમની સરકાર છે, અને આસામમાં પણ તેમની સરકાર છે, જેને તેઓ ડબલ-એન્જિન સરકાર કહે છે. જો તેઓ સુરક્ષા આપવામાં નિષ્ફળ જાય છે, તો તેઓ વિપક્ષી પાર્ટીઓ પર આરોપ કેવી રીતે લગાવી શકે? શું અમે ત્યાં શાસન કરી રહ્યા છીએ? તેથી, જ્યારે તેઓ નિષ્ફળ જાય છે, ત્યારે બધો દોષ વિપક્ષ પર ઢોળી દે છે, અને હું આવા નિવેદનની નિંદા કરું છું.”

બધો દોષ માત્ર વિપક્ષ પર ઢોળી દે છે

ખડગેએ વધુમાં કહ્યું, “અમે દેશના હિતમાં જે પણ સારું હશે તે કરીશું, પરંતુ અમે આતંકવાદીઓ, ઘૂસણખોરો કે અન્ય કોઈનું સમર્થન નહીં કરીએ. તેઓ ફક્ત દોષ બીજા પર ઢોળી રહ્યા છે કારણ કે તેઓ તેમને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.”

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button