નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

‘ખોટા નિવેદનો ન કરો, ન્યાયપત્રની વાસ્તવિકતા મળીને સમજાવીશું’: વડા પ્રધાન મોદીને ખડગેનો પત્ર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election) માટેના પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ કોંગ્રસના મેનિફેસ્ટોને ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. વડા પ્રધાન અગાઉ કોગ્રેસના મેનિફેસ્ટોને ‘મુસ્લિમ લીગનો મેનિફેસ્ટો’ ગણાવી ચુક્યા છે. એવામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લકાર્જુન ખડગેએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે કોંગ્રેસની ચૂંટણીના મેનિફેસ્ટો ‘ન્યાય-પત્ર’ની વાસ્તવિકતા અંગે તમને મળીને સમજાવીશું, જેથી તમે કોઈ ખોટા નિવેદન કરશો નહીં.

બે પાનાના પત્રમાં ખડગેએ વડા પ્રધાનને જણાવ્યું હતું કે વડા પ્રધાનને તેમના સલાહકારો દ્વારા ખોટી માહિતી આપવામાં આવી રહી છે જે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં લખવામાં આવી નથી. કોંગ્રેસનું ‘ન્યાય પત્ર’ તમામ જાતિઓ અને સમુદાયોના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, મજૂરો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને “ન્યાય” પ્રદાન કરવા માટે છે.

ખડગેએ પત્રમાં લખ્યું કે, ‘આજે તમે ગરીબ અને પછાત વર્ગની મહિલાઓના મંગલસૂત્રની વાત કરો છો. શું તમારી સરકાર મણિપુરમાં મહિલાઓ અને દલિત છોકરીઓ પરના અત્યાચાર માટે અને બળાત્કારીઓને હાર પહેરાવવા માટે જવાબદાર નથી? જ્યારે તમારી સરકારના કાર્યકાળમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે તમે તેમની પત્ની અને બાળકોની સુરક્ષા કેવી રીતે કરી રહ્યા છો? મહેરબાની કરીને ન્યાય પત્ર વિશે વાંચો, જે અમે સત્તામાં આવ્યા પછી લાગુ કરવામાં આવશે.”

આ પણ વાંચો: સૈનિક સ્કૂલોને રાજકીય રંગ લાગતા રોકોઃ ખડગેએ રાષ્ટ્રપતિને પત્ર લખી કરી માગણી

કોંગ્રેસ પ્રમુખ ખડગેએ એમ પણ કહ્યું કે વડા પ્રધાન દ્વારા તેમના તાજેતરના ભાષણોમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનાથી તેઓ આઘાત કે આશ્ચર્ય પામ્યા નથી. ખડગેએ પત્રમાં લખ્યું કે, ” અમને એવી ખાતરી હતી જ કે ચૂંટણીના પ્રથમ તબક્કામાં ભાજપનું નિરાશાજનક પ્રદર્શન જોયા પછી તમે અને તમારી પાર્ટીના અન્ય નેતાઓ આ રીતે બોલવાનું શરૂ કરશો.”

તેમણે વધુમાં લખ્યું કે, “તમારી આદત બની ગઈ છે કે તમે કેટલાક શબ્દોનો સંદર્ભ અલગ ઉલ્લેખ કરીને સાંપ્રદાયિક વિભાજન કરો. આમ કરવાથી તમે તમારા પદની ગરિમા ઘટાડી કરી રહ્યા છો. જ્યારે આ બધું ખતમ થઈ જશે ત્યારે લોકોને યાદ હશે કે ચૂંટણી હારવાના ડરથી દેશના વડા પ્રધાને કેવી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

તેમણે લખ્યું કે અમે જાણીએ છીએ કે તમને અને તમારી સરકારને ગરીબો અને વંચિતોની કોઈ ચિંતા નથી. તમારી ‘સૂટ-બૂટ કી સરકાર’ એ કોર્પોરેટ માટે કામ કરે છે જેમના ટેક્સ તમે ઘટાડી દીધા છે જ્યારે પગારદાર વર્ગ વધારે ટેક્સ ચૂકવે છે. ગરીબો ખોરાક અને મીઠા પર પણ GST ચૂકવે છે અને સમૃદ્ધ કોર્પોરેટ GST રિફંડનો દાવો કરે છે. તેથી જ, જ્યારે આપણે અમીર અને ગરીબ વચ્ચેની અસમાનતાની વાત કરીએ છીએ, ત્યારે તમે જાણી જોઈએને હિંદુ અને મુસ્લિમ વચ્ચે વિભાજન કરો છો.”

તેમણે કહ્યું કે “અમારો મેનિફેસ્ટો ભારતના લોકો માટે છે – પછી ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, શીખ હોય, જૈન હોય કે બૌદ્ધ હોય. મને લાગે છે કે તમે હજુ પણ તમારા આઝાદી પહેલાના સાથી મુસ્લિમ લીગ અને સંસ્થાનવાદી આકાઓને ભૂલ્યા નથી.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button