ટોપ ન્યૂઝનેશનલ

લંડનમાં વિદેશ પ્રધાન જયશંકર પર ખાલિસ્તાનીએ હુમલો કર્યો! અહેવાલમાં દાવો

લંડન: ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર હાલ બ્રિટનનો (S Jaishankar in Britain) મુલાકાતે છે, લંડનમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને તેઓ પરત ફરી રહ્યા હતાં ત્યારે તેમના પર ખાલીસ્તાનીઓ દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ભારત કે બ્રિટનની સરકાર દ્વારા આ ઘટના અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ એક અખબારી અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે અગાઉ ખાલિસ્તાનીઓએ અનેક વખત જયશંકર સહિત અન્ય કેટલાક ભારતીય નેતાઓ અને અધિકારીઓને ધમકીઓ આપી ચુક્યા છે.

લંડન પોલીસ સામે જ બની ઘટના:
અખબારી અહેવાલ મુજબ, ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ગુરુવારે લંડનમાં જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. એસ જયશંકર ચેથમ હાઉસ થિંક ટેન્કના એક કાર્યક્રમમાં હાજરી આપીને કારમાં બેસીને પરત ફરી રહ્યા હતાં આ દરમિયાન આ ધટના બની હતી.

Also read: USAID ને લઈ વિદેશ પ્રધાન એસ જયશંકરે શું આપ્યું નિવેદન?

રિપોર્ટ અનુસાર, એક શખ્સ જયશંકરના વાહન પાસે આવી ગયો હતો અને લંડન પોલીસ અધિકારીઓની સામે ત્રિરંગાને નુકસાન પહોંચાડ્યું. જોકે ભારત સરકારે આ ઘટનાની પુષ્ટિ કરી નથી.

જયશંકરની બ્રિટેન મુલાકાત:
યુકે અને આયર્લેન્ડની તેમની છ દિવસની મુલાકાત દરમિયાન, વિદેશ પ્રધાન એસ જયશંકર ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો, વિદેશ નીતિના કાર્યક્રમો અને ભારતીય સમુદાય સાથે વાર્તાલાપમાં ભાગ લેશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ બુધવારે એસ જયશંકરે બ્રિટિશના વિદેશ પ્રધાન સમકક્ષ ડેવિડ લેમી સાથે દ્વિપક્ષીય સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. લેમીએ જયશંકરની સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે કેન્ટના ચેવેનિંગ હાઉસ ખાતે બે દિવસ ચર્ચા થઈ. આમાં મુક્ત વેપાર કરારથી લઈને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સુધીના ઘણા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button