નેશનલ

દેશના વિકાસ માટે નહીં, મોદી સરકાર બચાવો બજેટ: ખડગે

નવી દિલ્હી: કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે કેન્દ્રીય બજેટને નકલ ગણાવી હતી અને એવો આક્ષેપ કર્યો હતો કે આ બજેટ દેશના વિકાસ માટે નહીં, પરંતુ મોદી સરકારને બચાવવા માટેનું બજેટ છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે લખ્યું હતું કે મોદી સરકારનું નકલચી બજેટ, તેઓ કૉંગ્રેસના ન્યાયપત્રની પણ યોગ્ય રીતે નકલ કરી શક્યા નથી. મોદી સરકારના બજેટમાં એનડીએની સરકારને બચાવવા માટે સાથી પક્ષોને કચવાતા મને રેવડીઓ વહેંચવામાં આવી છે. આ બજેટ દેશના વિકાસ માટે નહીં મોદી સરકારને બચાવવા માટેનું બજેટ છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે 10 વર્ષ બાદ યુવાનો માટે મર્યાદિત જાહેરાતો કરવામાં આવી છે, જેઓ દર વર્ષે બે કરોડ નોકરીઓના નારાથી દાઝ્યા હતા. ખેડૂતો માટે ઉપરછલ્લી વાતો છે. સરકારે ગ્રામીણ વેતન વધારવા માટે કોઈ પગલાં લીધા નથી. દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો, લઘુમતીઓ, મધ્યમ વર્ગ અને ગ્રામીણ ગરીબો માટે કોઈ ક્રાંતીકારી યોજનાઓ નથી, જેવી કૉંગ્રેસના યુપીએ શાસનકાળમાં આપવામાં આવી હતી.

આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ પર મુખ્ય પ્રધાનની પ્રતિક્રિયા “2024-25 નું બજેટ ‘વિકસિત ભારત’ના નિર્માણનો સુરેખ પથ કંડારનારું”

વિકસિત ભારતના સપનાના સાકાર કરનારું બજેટ: છત્તીસગઢના મુખ્ય પ્રધાન
રાયપુર: કેન્દ્રીય બજેટ અમૃતકાળ-2047ની ઝલક દેખાડે છે અને વિકસિત ભારતના લક્ષ્યાંકને સાધ્ય કરવાની દિશામાં સીમાચિહ્નરૂપ બની રહેશે, એમ છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈએ મંગળવારે કહ્યું હતું.

બજેટમાં સમાજના દરેક વર્ગને ફાયદો થયો છે. તેમાં ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓને સંપૂર્ણ વિકાસને ધ્યાનમાં લેવામાં આયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોને છત્તીસગઢમાં વહેલામાં વહેલી તકે લાગુ કરવામાં આવશે જેથી લોકોને તેનો લાભ મળી શકે.

છત્તીસગઢ માટે બજેટમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. તેનાથી રાજ્યનો વિકાસ નવી ઊંચાઈએ પહોંચશે અને રાજ્યને આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવામાં મદદ મળશે. મહિલાઓ અને છોકરીઓ માટેની યોજનાઓ માટે રૂ. 3 લાખ કરોડની ફાળવણી તેમના આર્થિક સ્વાતંત્ર્ય અને સામાજિક સુરક્ષા માટે લાભદાયક નીવડશે, એમ તેમણે કહ્યું હતું.

બજેટમાં કૃષિ ઉત્પાદકતા વધારવા અને રોજગાર નિર્માણનું વચન: ગડકરી
નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું હતું કે બજેટમાં કૃષિ ઉત્પાદકતા વધારવા, રોજગાર નિર્માણ અને કૌશલ્ય વધારવા તેમ જ માનવ સંસાધન અને સામાજિક ન્યાયનું વચન આપવામાં આવ્યું છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય સુવિધા), ઈનોવેશન (નવપ્રયોગ), સંશોધન અને આગામી પેઢીના સુધારા પર બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટે ભારતના બધા જ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ માટેનો તખતો ગોઠવી નાખ્યો છે. ઉજ્જવળ અને સમૃદ્ધ ભાવિ આપણી રાહ જોઈ રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

ગરીબો, મહિલાઓ, ખેડૂતોને સશક્ત કરતું બજેટ: હિમાચલ પ્રદેશના વિપક્ષી નેતા જયરામ ઠાકુર
શિમલા: હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અત્યારના વિપક્ષી નેતા જયરામ ઠાકુરે મંગળવારે બજેટને વિકસિત ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં સીમાચિહ્નરૂપ ગણાવતાં કહ્યું હતું કે ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને સશક્ત બનાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે.

ભાજપના નેતાએ એક નિવેદનમાં કહ્યું હતું કે ટેક્સ સ્લેબમાં કરવામાં આવેલો સુધારો મધ્યમ વર્ગ માટે મોટી રાહત છે. આ બજેટથી યુવાનોને પાંખો મળશે. કૃષિ ઉત્પાદન વધશે અને કૃષિ ઉત્પાદનોના સંગ્રહ અને માર્કેટિંગ માટે વધુ સારી માળખાકીય સુવિધા આપવામાં આવશે. ખેડૂતો પોતાની શરતો પર ઉત્પાદનો વેચી શકશે. ઉત્પાદન ક્ષેત્રોને આપવામાં આવેલા પ્રોત્સાહનને કારણે દેશમાં કરોડો રોજગારનું નિર્માણ થશે. ટોચની 500 કંપનીઓમાં એક કરોડ ઈન્ટર્નશીપ રોજગારને કારણે દેશમાં સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગાર નિર્માણમાં ફાયદો થશે. વરસાદને કારણે થયેલા નુકસાન માટે રાજ્યને કરવામાં આવેલી મદદ લાભદાયક ઠરશે.

લોક કલ્યાણનું બજેટ, રામ રાજ્યને વાસ્તવિક બનાવશે: યોગી આદિત્યનાથ
લખનઊ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બજેટની પ્રશંસા કરતાં તેને લોક કલ્યાણનું બજેટ ગણાવ્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે તે રામરાજ્યને વાસ્તવિક બનાવશે.

તેમણે કહ્યું હતું કે બજેટ ઉત્તર પ્રદેશના ખેડૂતોની સમૃદ્ધિમાં મહત્ત્વનું યોગદાન આપશે. ખેડૂતો, કૃષિ અને સંબંધિત ક્ષેત્રોને માટે બજેટમાં રૂ. 1.52 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને મહિલા સશક્તિકરણ માટે રૂ. 3 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશને આમાં સૌથી વધુ ફાયદો થશે. રાજ્ય અસરકારક રીતે 2020થી મિશન શક્તિ કાર્યક્રમ ચલાવી રહી છે. દેશના સૌથી વધુ ખેડૂતો ઉત્તર પ્રદેશમાં રહે છે.

નિરાશાજનક બજેટ: માયાવતી
લખનઊ: બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ બજેટને ગરીબો, બેરોજગારો, ખેડૂતો, મહિલાઓ અને વંચિત અને અવગણિત બહુજન સમાજ માટે નિરાશાજનક ગણાવ્યું હતું. સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં જૂની જ પદ્ધતિઓ અપનાવવામાં આવી છે, જેમાં ફક્ત મુઠીભર શ્રીમંત અને સમૃદ્ધ લોકોને બાદ કરતાં દેશના ગરીબ, બેરોજગારો, ખેડૂતો, મહિલાઓ, શ્રમિકો, વંચિત અને અવગણિત સમાજના લોકો માટે અચ્છે દિનની આશા આપતું નથી. તેમના માટે આ બજેટ નિરાશાજનક છે.

દેશ અત્યારે ગરીબી, બેરોજગારી, મોંઘવારી અને વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે કેન્દ્રની સરકારમાં તેમના ઉત્થાન માટે કામ કરવાની કોઈ ઈરાદો દેખાતો નથી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…