નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કેસરગંજથી બ્રિજભૂષણની ટિકિટ કપાવાના સંકેત! પુત્રની થશે રાજકારણમાં એન્ટ્રી ?

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનો પ્રચાર અંતિમ પડાવમાં છે ત્યારે ઉત્તર પ્રદેશની મહત્વપૂર્ણ કેસરગંજ લોકસભા બેઠકને લઈને આવેલા સમાચારોએ ભારે ચર્ચા જગાવી છે. કેસરગંજ લોકસભાની બેઠક પરનાં બાહુબલી સાંસદ ગણાતા બ્રિજભૂષણ યાદવની ટિકિટ કપાવવાના સંકેતો મળી રહ્યા છે. તો તેમના નાના પુત્ર કરન ભૂષણ પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. તેનો મોટો પુત્ર પ્રતિક પહેલેથી જ વિધાનસભ્ય છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાજપ હાઈકમાન્ડ સાથે બ્રિજભૂષણની ફોન પર વાત થઇ ચુકી છે, જેમાં તેના નાના દીકરાને કેસરગંજ લીક્સભા બેઠક પર ટીકીટ આપવાની વાત પર સહમતી સધાઈ છે. બ્રિજભૂષણ કેસરગંજ લોકસભા બેઠકના વર્તમાન સાંસદ છે પરંતુ મહિલા પહેલવાનો દ્વારા થયેલા જાતીય સતામણીનાં આરોપોનાં કારણે તેની ટિકિટ પર લાંબા સમયથી સસ્પેન્શન રહ્યું હતું.

આ પહેલા તેની ટિકિટ કપાવવાની વાતને લઈને તેમણે હાઈકમાંડ સાથે પણ વાત કરી હતી કે તેની ભૂલ શું છે. ત્યાર બાદ ટિકિટની વહેંચણીમાં થયેલ વિલંબ પર તેને કહ્યું હતું કે પાર્ટીને ખ્યાલ છે કે આ બેઠક પર ભાજપ મજબૂત છે તેમ જ આ બેઠક પર ટિકિટ માટે હું પોતે પણ એક દાવેદાર છું. તેમ છતાં અંતિમ નિર્ણય પાર્ટીએ કરવાનો છે, તે જ નક્કી કરશે કે કોણ ઉમેદવાર બનશે.

હાલ તો બ્રિજભૂષણની ભાજપ હાઈકમાન્ડ સાથે તેના નાના દીકરાને ટિકિટ આપવાની વાત પર સહમતિ સધાઈ છે. બ્રિજભૂષણની કેસરગંજ સિવાય અન્ય ત્રણ-ચાર બેઠક પર સારું એવું પ્રભુત્વ રહેલું છે. ઉત્તર પ્રદેશની 80 બેઠક પર આવનારી 20મીએ મતદાન થવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button