નેશનલ

કેરલના યુટ્યુબર દંપતીની લાશ ઘરમાંથી મળી આવતા ખળભળાટ, 2 દિવસ પહેલા અપલોડ કર્યો હતી વીડિયો

કેરળના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને યુટ્યુબર દંપતીની લાશ તેમના ઘરમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પરસાલા શહેરમાં રવિવારે ઓળખ સેલ્વરાજ (45) અને તેની પત્ની પ્રિયા (40)ના મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યા હતા. બંને ‘સેલુ ફેમિલી’ નામની યુટ્યુબ ચેનલ ચલાવતા હતાં

પડોશીઓને ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે તેમણે પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસે બંનેના મૃતદેહ મળી આવ્યા હતાં. પરસાલા પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ મુજબ બંને એ આત્મહત્યા કરી હોઈ શકે છે. પ્રાથમિક તપાસ મુજબ બે દિવસ પહેલા બંનેનું મોત નીપજ્યું હતું.

| Also read: વસ્તી ગણતરી અંગે કેન્દ્ર સરકાર કરી શકે છે મોટી જાહેરાત, રજિસ્ટ્રાર જનરલની તૈયારીઓ શરુ

સેલ્વરાજ કન્સ્ટ્રકશન સાઈટ પર શ્રમિક તરીકે કામ કરતો હતો અને તેની યુટ્યુબ ચેનલ પર તેની પત્ની સાથે વીડિયો પોસ્ટ કરતો હતો. તેની યુટ્યુબ ચેનલ પર 18000 થી વધુ સબસ્ક્રાઈબર્સ છે અને બંનેએ અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર 1400 થી વધુ વીડિયો પોસ્ટ કર્યા છે.

બે દિવસ પહેલા તેણે છેલ્લો વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં એક દુઃખભર્યું ગીત એડ કરવામાં આવ્યું હતું, તેમાં કપલના ફોટો પણ હતાં. વિડિયોના સાઉન્ડટ્રેક “વિદા પરયુકૈનેન જનમ”માં મૃત્યુ તરફની અંતિમ યાત્રાનો ઉલ્લેખ છે. તેમનો પુત્ર સેતુ એર્નાકુલમમાં હોમ નર્સ તરીકે કામ કરે છે.

પડોશીઓના જણાવ્યા મુજબ કે આ દંપતી સરળ સ્વભાવનું હતું અને ગ્રામજનો સાથે બહુ ઓછી વાતચીત કરતા હતા. એક પાડોશીએ કહ્યું, મેં પ્રિયાની માતા અને તેના બાળકો સિવાય ભાગ્યે જ કોઈને જોયા છે. ગયા વર્ષે પ્રિયાની દીકરીના લગ્ન થયા હતા, અમને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં અમે ભાગ્યે જ વાતચીત કરી.

પોલીસને શંકા છે કે આ આત્મહત્યાનો મામલો છે. જોકે, આ ઘટનાની હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે. પોલીસને રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસ ઘરની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે.

| Also read: PM Modi અને સ્પેનના PM આજે ગુજરાતમાં: Modi ગુજરાતને આપશે એરક્રાફ્ટ ફેક્ટરી સહિત કરોડોની ભેટ

(આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. જો તમને મદદની જરૂર હોય અથવા એવી કોઈ વ્યક્તિને ઓળખતા હો તો તમારી નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો. અથવા સંપર્ક કરો વંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button