
તિરુવનંતપુરમ: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો હતો. ભારતીય સશસ્ત્ર દળોની આ કાર્યવાહીને દેશભરમાં બિરદાવવાના આવી રહી છે.
એવામાં કેરળના મંદિરમાં ઓનમ નિમિતે ઓપરેશન સિંદૂર થીમ આધારિત રંગોળી બનાવવા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 27 કાર્યકર્તાઓ સામે કેસ નોંધવામાં (Operation Sindoor themed Rangoli in Kerala) આવ્યો છે, આ મામલે ભાજપે કેરળ પોલીસની નિંદા કરી રહી છે
કેરળના કોલ્લમ જિલ્લાના મુથુપિલકડના પાર્થસારથી મંદિરમાં RSSના કાર્યકર્તાઓએ ઓપરેશન સિંદૂર થીમ આધારિત રંગોળી બનાવી હતી, જેની સાથે RSSનો ધ્વજ પણ બનાવવામાં આવ્યો હતો. મંદિર સમિતિએ દાવો કર્યો કે RSSએ કેરલા હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે.
ત્યાર બાદ સંદર્ભે ફરિયાદ નોંધવામાં આવી હતી. ભાજપના કેરળ યુનીટે આ કાર્યવાહી બદલ કેરળ પોલીસની નિંદા કરી છે. ભાજપનો દાવો છે કે રંગોળી ‘ઓપરેશન સિંદૂર’ બદલ ભારતીય સેનાના સન્માનમાં બનાવવામાં આવી હતી.
હાઈ કોર્ટના આદેશનું ઉલંઘન:
કેરળ પોલીસે નોંધેલી FIR અનુસાર, આરોપીએ મંદિરના પ્રવેશ દ્વાર પાસે RSSના ધ્વજ સાથે ‘ઓપરેશન સિંદૂર’ લખેલી ફૂલોની રંગોળી બનાવી હતી, જે હાઈ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. કોર્ટના આદેશ મુજબ મંદિર સમિતિની પરવાનગી વગર મંદિર પરિસરમાં કોઈ પણ પ્રકારની સજાવટ પર પ્રતિબંધ છે.
મંદિરથી 50 મીટર દૂર છત્રપતિ શિવાજીનું ફ્લેક્સ બેનર પણ લગાવવામાં આવ્યું હતું. ફરિયાદ અનુસાર આ કૃત્યનો ઉદેશ્ય હરીફ રાજકીય જૂથો વચ્ચે અથડામણ કરાવવાનો અને અશાંતિ ફેલાવવાનો હતો.
મંદિર સમિતિએ શું કહ્યું?
મંદિર સમિતિના સભ્યના જણાવ્યા અનુસાર તહેવારો દરમિયાન મંદિરની નજીક ધ્વજ ફરકાવવા બાબતે અગાઉ ઘણી અથડામણો થઇ ચુકી છે. આવી ઘટનાઓ ન બને એ માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
વર્ષ 2023 હાઈ કોર્ટે મંદિર પરિસર નજીક ધ્વજ સહિત કોઈપણ સુશોભન પર પ્રતિબંધ મૂક્યો હતો. RSS કાર્યકર્તાઓએ આ આદેશનું ઉલંઘન કર્યું છે. અમને ઓપરેશન સિંદૂરનું સમ્માન કરીએ છીએ.
ભાજપે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી:
કેરળ પોલીસે નોંધેલી FIRને ભાજપે આઘાતજનક ગણાવી. ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે કેરળ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે કેરળમાં જમાત-એ-ઇસ્લામીનું શાસન છે કે પાકિસ્તાનનું. તેમણે કહ્યું કે જો FIR પાછી ખેંચવામાં નહીં આવે તો ભાજપ કોર્ટમાં અરજી કરશે. દેશમાં પહેલી વાર ફૂલોની રંગોળી બનાવવા બદલ કેસ દાખલ લારવામાં આવ્યો છે.
આ પણ વાંચો…ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવના જવાનોનું અમિત શાહે કર્યું સન્માન, પાકિસ્તાન પર કર્યા પ્રહાર