કેરળમાં જુનિયર્સનું રેગિંગ કરનારા પાંચ સિનિયર વિદ્યાર્થી ઝડપાયા, કરી હતી ક્રૂર હરકત…
![kerala nursing students arrested for ragging](/wp-content/uploads/2025/02/nursing-students-arrested.webp)
કોટ્ટાયમઃ સરકારી નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું રેગિંગ કરવાના આરોપસર નર્સિંગના ત્રીજા વર્ષના પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી એમ પોલીસે જણાવ્યું હતું.
Also read : રોહિંગ્યાના બાળકો મુદ્દે સુપ્રીમ કોર્ટે હાથ ધરી સુનાવણી, કહ્યું શિક્ષણ મુદ્દે કોઈ ભેદભાવ રાખશો નહીં…
આ મામલે પ્રથમ વર્ષના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કેસ દાખલ કર્યો હતો. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સંસ્થામાં લગભગ ત્રણ મહિનાથી રેગિંગ ચાલી રહ્યું હતું. ફરિયાદ મુજબ રેગિંગની શરૂઆત ગત નવેમ્બરથી થઇ હતી. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને નગ્ન ઊભા રહેવાની ફરજ પાડવામાં આવી હતી અને વજન ઉપાડવા માટે બનાવાયેલા ડમ્બેલ્સનો ઉપયોગ કરીને તેમની સાથે ક્રૂર કૃત્ય આચરવામાં આવ્યું હતું.
તેમ જ કંપાસ અને તેના જેવી વસ્તુઓ વડે ઇજા પહોંચાડવી અને ઘા પર લોશન લગાવવા સહિતના આરોપો લગાવવામાં આવ્યા છે. તેમજ તેમના ચહેરા, માથા અને મોં પર ક્રીમ લગાવવા માટે મજબૂર કરવામાં આવતા હોવાનું જણાવાયું છે.
Also read : નવું આવકવેરા બિલ આવતીકાલે સંસદમાં રજૂ થશે, ક્યારથી લાગુ થશે જાણો?
ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સિનિયર વિદ્યાર્થીઓ રવિવારે દારૂ ખરીદવા માટે જુનિયર વિદ્યાર્થીઓ પાસેથી નિયમિતપણે પૈસા પડાવતા હતા અને ઘણી વાર તેમની સાથે મારપીટ કરતા હતા. આ ત્રાસ વધુ સહન ન થતા આખરે ત્રણ વિદ્યાર્થીઓએ કોટ્ટાયમ ગાંધીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.