નેશનલ

કેરળ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં NDA ની ઐતિહાસિક જીત, PM મોદીએ આ રીતે માન્યો આભાર

તિરુવનંતપુરમઃ કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણીમાં તિરૂવનંતપુરમમાં એનડીએને ભવ્ય જીત મળી છે. આ જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરતા પ્રતિક્રિયા આપી છે.

કેરળમાં ઘણાં સમયથી ભાજપને હાર મળતી હતી, પરંતુ હવે કેરળના લોકો ભાજપ પર વિશ્વાસ કરવા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ જીત માટે પીએમ મોદીએ તિરુવનંતપુરમના લોકોને આભાર માન્યો છે. તિરુવનંતપુરમના લોકોને વખાણ કર્યાં અને સાથે સાથે એલડીએફ અને યુડીએફ પર વાક્ પ્રહારો પણ કર્યાં છે.

આપણ વાચો: કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ, એલડીએફ અને યુડીએફ વચ્ચે કાંટાની ટક્કર

આ જનાદેશ કેરળની રાજનીતિ માટે ઐતિહાસિક

એક્સ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, આભાર તિરુવનંતપુરમ! તિરુવનંતપુરમ નગર નિગમમાં ભાજપ-એનડીએને મેળેલો જનાદેશ કેરળની રાજનીતિ માટે ઐતિહાસિક છે. લોકોને પૂરો વિશ્વાસ છે કે, રાજ્યનો વિકાસ હવે માત્ર અમારી પાર્ટી દ્વારા જ થઈ શકે તેમ છે.

અમારી પાર્ટી આ જીવંત શહેરના વિકાસ અને લોકો માટે જીવનની ગુણવત્તા સુધારવા માટે કામ કરશે’. તિરૂવનંતપુરમના લોકોને વખાણ કર્યા તેન પાસે પીએમ મોદીએ વિપક્ષી પાર્ટીઓને ખરી-ખોટી પણ સંભળાવી હતી.

આપણ વાચો: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરુ, ભાજપ-શિંદે જૂથ વચ્ચે રસપ્રદ મુકાબલો:

PM મોદીએ ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો

તિરુવનંતપુરમ નગર નિગમમાં ભવ્ય જીત મેળવવા માટે જે લોકોએ મહેનત કરી છે તેવા ભાજપના કાર્યક્ષમ કાર્યકર્તાઓનો પીએમ મોદીએ આભાર માન્યો હતો. એક્સ પર વધુમાં લખ્યું કે, આજનો દિવસ કેરળમાં સ્થાનિક લેવલે જે કાર્યકર્તાઓની મહેનત અને સંઘર્ષને યાદ કરવાનો છે.

આ લોકોના કારણે જે આજે આ પરિણામ સંભવ બન્યું છે. આપણાં કાર્યકર્તાઓ જ આપણી શક્તિ છે અને અને મને તેમના પર ગર્વ પણ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં NDA એ પ્રચંડ વિજય

અત્રે નોંધનીય છે કે, તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં NDA એ પ્રચંડ વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં એનડીએએ 50 બેઠકો જીતી છે. આ સાથે LDF એ 29, UDF એ 19 અને અન્યોએ બે બેઠકો જીતી છે. 101 વોર્ડવાળા તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત માટે બહુમતી જરૂરી 52 છે. ભાજપ કેરળની રાજધાનીની શહેરી સંસ્થામાં સત્તા પાછી મેળવવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button