ટોપ ન્યૂઝનેશનલ

Kerala Landslides: વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, અનેક લોકો દટાયા હોવાની આશંકા , બચાવ કામગીરીમાં એરફોર્સ પણ જોડાયું

Wayanad : કેરળના Wayanad જિલ્લામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન(Kerala Landslides) થયું છે. જેમાં અનેક લોકો દટાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટના મંગળવારે વહેલી સવારે વાયનાડ જિલ્લાના મેપ્પડી, મુંડક્કાઈ ટાઉન અને ચુરલ માલામાં થઈ હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ભૂસ્ખલનને કારણે 12 લોકોના મોત થયા છે. જો કે જિલ્લા પ્રશાસને એક બાળક સહિત ચાર લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે.

ઘાયલ 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ભૂસ્ખલનમાં ઘાયલ 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રથમ ભૂસ્ખલન મુંડક્કાઈ ટાઉનમાં સવારે લગભગ 1 વાગ્યે ભારે વરસાદ દરમિયાન થયું હતું. મુંડક્કાઈમાં હજુ પણ બચાવ કામગીરી ચાલુ હતી જ્યારે સવારે લગભગ 4 વાગ્યે ચુરલ માલામાં એક શાળાની નજીક બીજી ભૂસ્ખલન થયું. કેમ્પ તરીકે ચાલતી શાળા અને આસપાસના મકાનો અને દુકાનોમાં ભૂસ્ખલનના કારણે પાણી અને કાદવ ભરાઈ ગયા હતા. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

ઈમરજન્સી સહાય માટે હેલ્પલાઈન નંબર બહાર પડાયો

કેરળના મુખ્યમંત્રી કાર્યાલય એ જણાવ્યું છે કે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને બચાવ કામગીરીમાં એરફોર્સને તૈનાત કરવામાં આવી છે. CMOએ કહ્યું, વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. આરોગ્ય વિભાગ- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે અને કટોકટીની સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 જાહેર કરવામાં આવ્યા છે. એરફોર્સના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALH રવાના થયા છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button