કેરળમાં રાજ્યપાલ પર હુમલાની ઘટનાએ ગઠબંધનમાં પડેલી તિરાડને ફરી છત્તી કરી
નવી દિલ્હી: સ્પષ્ટ વક્તા એવા કૉંગ્રેસના સાંસદ શશી થરૂરે તાજેતરમાં કેરળની ઘટના અંગે ટ્વીટ કરતા ભાજપ વિરોધી પક્ષોના મહાગઠબંધનમાં પડેલી તિરાડો ફરી દેખાવા લાગી છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના વાહન પર કથિત રીતે હુમલો કરવા બદલ સીપીએમની વિદ્યાર્થી પાંખની ટીકા કરી છે.
મંગળવારે ટ્વિટર પરની એક પોસ્ટમાં તિરુવનંતપુરમના સાંસદ થરૂરે સામ્યવાદી શાસન હેઠળ પોલીસને અરાજકતાના એજન્ટ તરીકે ઓળખાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તે શાસક પક્ષના સૌથી ખરાબ ગુનાઓમાં સામેલ હતી. કોંગ્રેસ નેતા થરૂરે આગળ લખ્યું કે પોલીસ સામ્યવાદી શાસન હેઠળ અરાજકતાની એજન્ટ બની છે. તેમણે રાજ્યપાલ પર હુમલો કરવાની મંજૂરી આપી, જ્યારે મુખ્ય પ્રધાન સામે શાંતિપૂર્ણ વિદ્યાર્થી પ્રદર્શનકારીઓની ગેરવર્તનને મંજૂરી આપી… શરમજનક.
સોમવારે, CPMની વિદ્યાર્થી પાંખ, સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (SFI) ના કાર્યકરોએ કથિત રીતે રાજ્યપાલના વાહન પર હુમલો કર્યો, જ્યારે રાજ્યપાલ દિલ્હી જવા માટે તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જઈ રહ્યા હતા. આ ઘટનાથી નારાજ આરીફ મોહમ્મદ ખાને કેરળ સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને તેમને નુકસાન પહોંચાડવા માટે ગુંડાઓ મોકલ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને CPM બંને ઈન્ડિયા ગઠબંધનનો ભાગ છે, તેઓ કેરળમાં વિપક્ષમાં છે, જ્યાં કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની હાર થયા પછી, પિરનાઈ વિજયને પાર્ટીની ટીકા કરતા કહ્યું કે તેની હાર સત્તાની લાલસા ને કારણે થઈ છે. તે જ સમયે, કોંગ્રેસના નેતા વીડી સતિસને મુખ્ય પ્રધાન પર નિશાન સાધ્યું અને કહ્યું કે વિજયન બીજેપી કેરળના વડા કે. સુરેન્દ્રન કરતાં કૉંગ્રેસની હારથી વધુ ખુશ દેખાઈ રહ્યા છે.