નેશનલ

કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ, એલડીએફ અને યુડીએફ વચ્ચે કાંટાની ટક્કર

તિરુવનંતપુરમ : કેરળમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મત ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક પક્ષ એલડીએફ અને યુડીએફ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જયારે એનડીએ તિરુવનંતપુરમમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. કેરળમાં 11 અને 13 નવેમ્બરના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 73. 57 ટકા મતદાન થયું હતું.

યુડીએફ 387 વોર્ડમાં અને એલડીએફ 283 વોર્ડમાં આગળ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રારંભિક વલણો મુજબ કોંગ્રેસની આગેવાની હેઠળ યુડીએફ 387 વોર્ડમાં, સીપીઆઈ(એમ)ની આગેવાની હેઠળ એલડીએફ 283 વોર્ડમાં અને ભાજપની આગેવાની હેઠળ એનડીએ 71 વોર્ડમાં અને અન્ય 59 વોર્ડમાં આગળ છે. કોટ્ટયમમાં કેરળ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે.

કોઝિકોડમાં એલડીએફ 6 વોર્ડમાં જીત્યું

કોઝિકોડમાં એલડીએફ 6 વોર્ડમાં જીત્યું છે. જયારે મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપ 7 વોર્ડમાં જીત્યું. કોઝિકોડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એલડીએફ એ એરાનહિક્કલ, નડુવત્તમ, નડુવત્તમ પૂર્વ, અરકિનાર, પલયમ અને માથોટ્ટમ વોર્ડમાં જીત મેળવી છે. તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે ચેટ્ટીવિલકમ, એસ્ટેટ, નેમોમ, પોન્નુમંગલમ, મેલમકોડ, માનકુડ અને શ્રીકાંતેશ્વરમ વોર્ડમાં જીત મેળવી છે.

તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એનડીએ આગળ

તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના વલણોમાં એનડીએ આગળ છે, જ્યારે એલડીએફ પાછળ ચાલી રહ્યું છે. તાજેતરના વલણો અને પરિણામોમાં એનડીએ 27 વોર્ડમાં આગળ છે. જ્યારે યુડીએફ 16 માં આગળ છે. એલડીએફ 11 માં આગળ છે અને અન્ય 1 માં આગળ છે. ઉલ્લેખનીય છે કે, એલડીએફ છેલ્લા 45 વર્ષથી તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તામાં છે.

કેરળમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો મહત્વપૂર્ણ છે. આ પરિણામો તેમના પ્રચારની ભાવિ દિશા નક્કી કરશે.

કેરળમાં 1199 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પરિણામ

કેરળમાં 941 ગ્રામ પંચાયતોમાં 17,337 વોર્ડ છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો 152 તાલુકા પંચાયતો છે જેમાં કુલ 2267 વોર્ડ છે. 14 જિલ્લા પંચાયતોમાં 346 વોર્ડ છે. 86 નગરપાલિકાઓમાં 3205 વોર્ડ છે, અને 6 કોર્પોરેશનોમાં 421 વોર્ડની મતગણતરી ચાલી રહી છે.

આ પણ વાંચો…2022ના કાયદા મુજબ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે વોર્ડ રચના: હાઇકોર્ટમાં રાજ્ય સરકારનું સ્ટેન્ડ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button