બીડી બિહાર પોસ્ટ અમારી ભૂલ અને બેદરકારી હતી, કેરળ કોંગ્રેસે પોતાની ભૂલ સ્વીકારી

નવી દિલ્હીઃ કેરલ કોંગ્રેસે બિહારને બીડી સાથે જોડતી એક વિવાદિત પોસ્ટ કરી હતી. આ મુદ્દે એક મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. સોશિયલ મીડિયામાં બિહારને બીડી સાથે જોડતી પોસ્ટ કરી હતી તેવો કેરળ કોંગ્રેસે સ્વીકાર કર્યો છે,
સાથે એ પણ કહ્યું કે, આ તેમની મોટી ભૂલ હતી. ‘બિહાર બીડી’ પોસ્ટની સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાસ્પદ રહી હતી. જો કે, થોડા જ સમયમાં પાર્ટીએ આ પોસ્ટને સોશિયલ મીડિયામાંથી હટાવી પણ દીધી હતી. આ પોસ્ટને હટાવ્યાં બાદ પાર્ટીએ જાહેરમાં માફી પણ માંગી હતી.
આપણ વાંચો: પ્રિયંકા ગાંધી દિલ્લીમાં મુસ્લિમ લીગના કાર્યક્રમમાં ના ગયાં, હિંદુઓને રીઝવવાનો પ્રયાસ ?
કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા અધ્યક્ષ સામે કાર્યવાહી
વધારે વિગતે વાત કરીએ તો, આ વિવાદ બાદ કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા અધ્યક્ષ વીટી બાલારામે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાનું પણ જાણવા મળ્યું છે. વીટી બાલારામના રાજીનામાનો કેરળ પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સની જોસેફે કહ્યું કે, આ પોસ્ટ કરવી એ ભૂલ અને બેદરકારી હતી.
જેથી કોંગ્રેસ પાર્ટીએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે સ્પષ્ટતા આપી દીધી હતી. કેરળ પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષે વધુમાં કહ્યું કે, ‘તે પોસ્ટ દૂર કરવામાં આવી છે. જવાબદાર વ્યક્તિ, સોશિયલ મીડિયા હેન્ડલના એડમિન અને ઓપરેટરે માફી માંગી અને પોસ્ટ દૂર કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી આવી વાતોને સમર્થન આપતી નથી.’
આપણ વાંચો: વાયનાડમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન: પ્રિયંકા ગાંધીનો મેગા રોડ શો, રોબર્ટ વાડ્રાએ આપ્યું સમર્થન
કેરળ કોંગ્રેસ તે પોસ્ટમાં શું લખ્યું હતું?
કેન્દ્ર સરકારે જીએસટી દરોમાં જે સુધારો કર્યો છે તે મુદ્દે કેરલ પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં બિહારને બીડી સાથે જોડવામાં આવ્યું હતું. કેરળ કોંગ્રેસ તે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘Bidis and Bihar start with B. Cannot be considered sin anymore’. સ્વાભાવિક છે કે, આ પોસ્ટે બિહારના લોકોનું અપમાન કર્યું હતું. જેથી અન્ય રાજકીય પક્ષોએ આ પોસ્ટ માટે કેરળ કોંગ્રેસની ભારે આલોચના પણ કરી હતી.
આ પોસ્ટ માટે સમ્રાટ ચૌધરીએ કોંગ્રેસ પર વાક્ પ્રહાર કર્યાં
બિહારના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ કોંગ્રેસની આ પોસ્ટ પર વાક્ પ્રહાર કર્યાં હતા. સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, આસમગ્ર બિહારનું અપમાન છે, પહેલા આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું અપમાન અને હવે આખા બિહારનું અપમાન – આ કોંગ્રેસનું સત્ય છે, જે દેશની સામે વારંવાર ખુલ્લું પડી રહ્યું છે’.
જો હવે આ પોસ્ટને સોશિયલ મીડિયા પર હટાવી દેવામાં આવી છે, તેમ છતાં પણ લોકો કોંગ્રેસ પાર્ટીને ટ્રોલ કરી રહ્યાં છે.
Focus: હરિયાણામાં ડ્રેન તૂટી, ગાડીઓ પાણીમાં ગરકાવ
Accident in Haryana, Mangeshpur drain, drain collapsed, Maruti company stock yard, vehicles submerged in water, SDRF team, rescue operation
હરિયાણામાં ભારે વરસાદનો કહેર: બહાદુરગઢમાં ડ્રેન તૂટતા અનેક વિસ્તારો જળમગ્ન, જનજીવન ખોરવાયું
બહાદુરગઢ: ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં જનજીવન ખોરવાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી પંજાબ પૂરનો સામનો કરી રહ્યું છે. ત્યારે આજે પંજાબના પડોશી રાજ્ય હરિયાણામાં દુર્ઘટના સર્જાઈ છે. જેથી કેટલાક શહેરો જળમગ્ન થઈ ગયા છે.
મંગેશપુર ડ્રેન તૂટી, શહેરમાં મોટું નુક્સાન
ભારે વરસાદના કારણે હરિયાણાના બહાદુરગઢની મંડેશપુર ડ્રેન તૂટી ગઈ છે. ભારે વરસાદ અને ટ્રેનોનું પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યું છે. જેથી ઔદ્યોગિક તથા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ડ્રેન તૂટવાના કારણે વ…