નેશનલ

કેજરીવાલ આવતીકાલે કોર્ટમાં કરશે મોટા ખુલાસાઃ સુનીતા કેજરીવાલનો દાવો

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) કથિત દિલ્હી આબકારી કૌભાંડ (liquor scam) મામલે EDની કસ્ટડીમાં છે ત્યારે આજે CM કેજરીવાલના પત્નીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સૌથી મોટો ખુલાસો કર્યો હતો. સુનીતા કેજરીવાલે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ આવતીકાલે એટલે 28 માર્ચે સમગ્ર દેશને જણાવશે કે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા છે.

સુનિતા કેજરીવાલે કહ્યું હતું કે આ કથિત લીકર કૌભાંડની તપાસમાં EDએ છેલ્લા બે વર્ષમાં 250થી વધુ દરોડા પાડ્યાં છે. તેઓ પણ કથિત કૌભાંડની રકમને શોધી રહ્યા છે. અત્યાર સુધીમાં એક પણ દરોડોમાંથી એક પૈસો મળ્યો નથી. EDએ મનીષ સિસોદિયા અને સંજય સિંહને ત્યાં પણ દરોડા પાડ્યા હતા, પરંતુ ત્યાં પણ EDને કંઈ જ મળ્યું નહોતું.

તેમણે કહ્યું હતું કે EDએ અમારા નિવાસસ્થાને પર પણ દરોડા પાડ્યા હતા, પરંતુ તેમને માત્ર 75,000 રૂપિયા મળ્યા હતા. તો આ કૌભાંડના પૈસા ક્યાં છે? અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ 28 માર્ચે કોર્ટ સમક્ષ આ વાતનો ખુલાસો કરશે. તેઓ આખા દેશને સત્ય કહેશે કે આ કથિત દારૂના કૌભાંડના પૈસા ક્યાં છે? તેના પુરાવા પણ આપવામાં આવશે.

સુનીતા કેજરીવાલે કહ્યું કે જ્યારે કેજરીવાલને આવતીકાલે દિલ્હી હાઈ કોર્ટમાં હાજર કરવામાં આવશે ત્યારે કથિત લીકર કૌભાંડ મુદ્દે નવા ખુલાસા કરશે, જ્યારે આ કેસમાં પુરાવા પણ રજૂ કરશે.

સુનીતા કેજરીવાલે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ જેલમાં છે, પરંતુ તેઓ તમારી સાથે છે. તે દિલ્હીના લોકો માટે ચિંતિત છે. અમે પૂછવા માંગીએ છીએ કે દારૂના કૌભાંડના પૈસા ક્યાં છે? દરોડામાં એક પૈસો પણ મળ્યો નથી. અમને પૈસાનો પુરાવો આપવો જોઈએ. પૈસાનો પુરાવો કેમ આપવામાં આવતો નથી?

તેમણે કહ્યું હતું કે કેજરીવાલ સાચા દેશભક્ત અને નીડર અને સાહસિક વ્યક્તિ છે.

તેમણે કહ્યું હતું કે બે દિવસ પહેલા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વોટર અને સીવરેજની સમસ્યા અંગે પ્રધાન આતિષીને પત્ર મોકલ્યો હતો. જેના પર કેન્દ્ર સરકારે તેમની સામે કેસ નોંધ્યો હતો. શું તેઓ દિલ્હીને નષ્ટ કરવા માગે છે? શું તેઓ ઈચ્છે છે કે દિલ્હીના લોકો સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતા રહે? આનાથી અરવિંદ કેજરીવાલને ખૂબ દુઃખ થયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ