બિહારમાં ‘નીતીશની નીતિ’ પર બોલ્યા કેજરીવાલ, જાણો તેમના મતે કોને થશે ફાયદો, કોને થશે નુકસાન?

નવી દિલ્હી: રવિવારે (28 જાન્યુઆરી) નીતીશ કુમાર NDAમાં જોડાયા હતા, અને INDIA ગઠબંધનને મોટો ફટકો આપ્યો હતો. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યાના થોડા સમય બાદ, તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો અને 9મી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.
બિહારમાં સત્તા પરીવર્તનને લઈને દિલ્હીના મુખ્ય પ્રધાન અને AAP ના સંયોજક અરવિંદ કેજરીવાલે તેનું પ્રથમ નિવેદન આપ્યું છે. CM નીતીશ કુમારના યુ ટર્નને લઈને કેજરીવાલે કહ્યું કે ‘આ ઘટનાથી NDAને જ નુકસાન થશે. અને મને એવું લાગે છે કે તેને જવું જોઈતું ન હતું’
તેઓ વધુમાં કહે છે કે નીતીશ કુમારે ખોટું કર્યું છે. લોકશાહીમાં આ વર્તન યોગ્ય નથી, પરંતુ મારી સમજ મુજબ, તેનાથી NDAને મોટું નુકસાન થશે. INDIA એલાયન્સ ફાયદો થશે. આવતીકાલે કદાચ I.N.D.I.A ગઠબંધનની પ્રથમ જીતના સમાચાર ચંદીગઢથી આવશે.” આમ આદમી પાર્ટી વિપક્ષી પાર્ટીઓના ભારત ગઠબંધનમાં સામેલ છે.