Delhi Assembly election: દિલ્હીના સિનીયર સિટિઝન્સ માટે કેજરીવાલની મોટી જાહેરાત…

નવી દિલ્હી: આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election) યોજાવાની છે, રાજકીય પક્ષોએ આત્યારથી જ આ ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. એવામાં આમ આદમી પાર્ટી (AAP) એ આજે મોટી જાહેરાત કરી હતી. AAP ના વડા અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વરિષ્ઠ નાગરિકો માટે મફત સારવારની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં ફરી AAPની સરકાર બનશે તો 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ‘સંજીવની યોજના’ના ભાગરૂપે મફતમાં સારવાર આપવામાં આવશે.
આ પણ વાંચો : Delhi માં ઠંડી અને ધુમ્મસનું પ્રમાણ વધ્યું, ઝેરીલી બની હવા
કેજરીવાલની જાહેરાત:
અરવિંદ કેજરીવાલે કહ્યું કે “તમારી સંભાળ રાખવી એ હવે અમારી ફરજ છે. તમે લોકોએ દેશને આગળ લઈ જવા માટે સખત મહેનત કરી છે. સારવારના ખર્ચ પર કોઈ ઉચ્ચ મર્યાદા રહેશે નહીં. આ માટે રજીસ્ટ્રેશન એક-બે દિવસમાં શરૂ થશે. AAP કાર્યકર્તાઓ રજીસ્ટ્રેશન માટે તમારા ઘરે આવશે. તેઓ તમને કાર્ડ આપશે, તેને સાચવીને રાખજો. ચૂંટણી પછી ફરી એકવાર અમે સત્તામાં આવીશું, ત્યારે આ યોજના લાગુ કરવામાં આવશે.”
ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI) એ આગામી વર્ષે યોજાનારી દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક બેઠક બોલાવી છે. આ બેઠક બાદ ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : ‘અમે ભારત સાથે કામ કરવા તૈયાર’ અજીત ડોભાલ સાથે બેઠક પહેલા ચીનનું નિવેદન
AAPએ પહેલેથી જ દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કેજરીવાલે પુષ્ટિ કરી છે કે તેઓ આગામી ચૂંટણીમાં તેઓ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે મુખ્ય પ્રધાન આતિશી કાલકાજી મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે.