નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

અમિત શાહના નિવેદન પર ભડક્યા  Arvind Kejriwal, પૂછ્યું  શું દિલ્હી અને પંજાબના લોકો પાકિસ્તાની  ?

નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જયારે  દિલ્હીમાં 25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં મતદાન યોજવવાનું છે. જો કે તે પૂર્વે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) ફરી એકવાર ભાજપ સરકાર વિરુદ્ધ પ્રહારો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઇન્ડી ગઠબંધન પોતાની  તાકાત પર 300થી વધુ સીટો જીતવા જઈ રહ્યું છે. તેમણે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે 4 જૂને મોદી સરકાર રાજીનામું આપશે અને ઇન્ડી ગઠબંધન સરકાર બનાવવા જઈ રહ્યું છે.

દિલ્હીની જનતાએ અમને 56 ટકા વોટ આપ્યા

ગૃહમંત્રી અમિત શાહની દિલ્હી રેલીમાં નિવેદનનો ઉલ્લેખ કરતા સીએમ કેજરીવાલે આક્ષેપ લગાવ્યો કે તેઓ આમ આદમી પાર્ટીના સમર્થકોને પાકિસ્તાની કહે છે. ભાજપ પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે દિલ્હીની જનતાએ અમને 56 ટકા વોટ આપીને સરકાર બનાવી છે, શું આ લોકો પાકિસ્તાની છે? જ્યારે પંજાબની જનતાએ 117માંથી 92 બેઠકો આપીને AAPની સરકાર બનાવી, તો શું પંજાબના લોકો પાકિસ્તાની છે?

આ પણ વાંચો : Arvind Kejriwalને કોર્ટ તરફથી ફરી રાહત, CM પદેથી હટાવવાની અરજી ફગાવી

4 જૂને ભાજપ સરકાર નહીં બને

ભાજપ પર પ્રહાર કરતા સીએમ કેજરીવાલે કહ્યું કે ગુજરાતના 14 ટકા લોકોએ અમને વોટ આપ્યા. ગોવાના લોકોએ અમને પ્રેમ અને વિશ્વાસ આપ્યો, શું આ બધા લોકો પાકિસ્તાની છે? આ ઉપરાંત તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ સહિત અનેક રાજ્યોમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પંચ, સરપંચ, નગરપાલિકાના મેયર અને કાઉન્સિલર ચૂંટાયા, શું દેશના તમામ લોકો પાકિસ્તાની છે? તેમણે કહ્યું કે 4 જૂને દેશમાં ભાજપની સરકાર નથી બની રહી.

આ પણ વાંચો : પહેલાં ઉત્તર પ્રદેશમાં દેશી પિસ્તોલ બનતી, હવે તોપગોળા બને છે: અમિત શાહ

કેજરીવાલ તિહાર જેલમાંથી જામીન પર  છૂટયા

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાંથી જામીન પર  છૂટયા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ સતત લોકસભા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેઓ ભાજપ સરકાર પર સતત પ્રહારો પણ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે દેશમાં ઇન્ડી ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. તેઓ પોતાના ઉમેદવારો માટે વિશાળ સભાઓ અને રેલીઓ દ્વારા દિલ્હીની જનતા સાથે જોડાઈ રહ્યા છે. ઉમેદવારો માટે વોટ માંગવા ઉપરાંત તેઓ ભાજપ પર નિશાન સાધવાની એક પણ તક વેડફતા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button