Delhi Assembly election: કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે અરવિંદ કેજરીવાલનો જવાબ
નવી દિલ્હી: આગામી નવા વર્ષના શરૂઆતના મહિનાઓમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly election) યોજાવાની છે, જેના માટે આમ આદમી પાર્ટી(AAP)એ જોરશોરથી તૈયારીઓ શરુ કરી દીધી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે આ ચૂંટણી માટે AAP અને કોંગ્રેસના ગઠબંધન કરી શકે છે. હવે આ અટકળોનો અંત આવ્યો આવ્યો છે. સાશક પક્ષ AAPએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. AAPએ કહ્યું છે કે દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે કોઈ ગઠબંધન નહીં થાય.
કેજરીવાલની સ્પષ્ટતા:
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ અંગે જાહેરાત કરી છે. તેમણે એક્સ હેન્ડલ પર લખ્યું, “AAP દિલ્હીમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારના ગઠબંધનની કોઈ શક્યતા નથી.”
Also read: AAPએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી, ઉમેદવારોની પહેલી યાદી જાહેર
શરદ પવારના ઘરે બેઠક:
ગઈ કાલે મંગળવારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અફવાઓ શરૂ થઈ ગઈ હતી. અટકળો હતી કે દિલ્હી કોંગ્રેસના નેતાઓ AAP સાથે ગઠબંધન કરવા ઈચ્છે છે. આ પછી AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના નેતાઓ શરદ પવારના ઘરે પણ પહોંચ્યા હતા. જે બાદ અટકળોએ જોર પકડ્યું હતું કે દિલ્હીમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે.