Kejriwal Arrest Live: દિલ્હી સરકારના પ્રધાન આતિશી અને સૌરભ ભારદ્વાજની અટકાયત, AAP કાર્યકર્તાઓનો હોબાળો

નવી દિલ્હી: ED દ્વારા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP કાર્યકર્તાઓ, નેતાઓ અને વિધાન સભ્યોએ દિલ્હીના AAPના મુખ્યાલયની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસે દિલ્હી સરકારના પ્રધાન આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજની અટકાયત કરી છે. આ ઉપરાંત ઘણા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં ED કાર્યાલય તરફ જતા તમામ રસ્તાઓ અને ગલીઓ પર કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.
દિલ્હી સરકારના પ્રધાન સૌરભ ભારદ્વાજને દિલ્હી પોલીસે ITO ખાતેથી કસ્ટડીમાં લીધા છે. સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે અમે સુપ્રીમ કોર્ટ સમક્ષ કહીશું કે અરવિંદ કેજરીવાલને તેમના વકીલ અને પરિવારને મળવા દેવામાં આવે. તેઓને તેમનું સત્તાવાર કામ પણ કરવા દેવામાં આવે. કેજરીવાલના પરિવારને નજરકેદ કરવામાં આવ્યો છે.
AAPના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા વિશે વાત કરતા દિલ્હી પોલીસના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે અમે ખાસ કરીને કોર્ટની આસપાસની સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં લીધી છે. ડીડી માર્ગ પર કલમ 144 લાગુ કરવામાં આવી છે કારણ કે એ ફાળવવામાં આવેલા વિરોધ સ્થળ નથી, અહીં ઘણી મહત્વપૂર્ણ સરકારી ઓફિસો છે.