Delhi liquor policy case: કેજરીવાલ અને કે. કવિતા જેલમાં જ રહેશે, કોર્ટે કસ્ટડી 14 દિવસ લંબાવી

નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી(Delhi liquor policy) સંબંધિત કથિત મની લોન્ડરિંગ કોભાંડ કેસમાં આરોપી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને ભારત રાષ્ટ્ર સમિતિ(BRS) નેતા કે. કવિતા(K Kavita) તેમજ ચેનપ્રીત સિંહને કોર્ટે રાહત આપી ન હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ત્રણેયની જ્યુડીશીયલ કસ્ટડી 7 મે સુધી લંબાવી છે.
કેજરીવાલ, કવિતા અને ચેનપ્રીતને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાઉસ એવન્યુ કોર્ટે કવિતાની ન્યાયિક કસ્ટડી દિલ્હી લિકર પોલિસી સાથે સંબંધિત CBIના કેસમાં વધારી છે.
દિલ્હી લિકર પોલિસી કોભાંડ કેસમાં કેજરીવાલની 21 માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ 1 એપ્રિલથી તિહાર જેલમાં બંધ છે.
આ પણ વાંચો: કેજરીવાલની ધરપકડ થઈ એ લિકર કૌભાંડનું ભાજપ કનેક્શન!
કેજરીવાલની ધરપકડના લગભગ એક અઠવાડિયા પહેલા EDએ તેલંગાણાના પૂર્વ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની પુત્રી અને રાજ્ય વિધાન પરિષદના સભ્ય કે.કવિતાની હૈદરાબાદથી 15 માર્ચે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને તિહાર રાખવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં CBIએ તિહાર જેલમાંથી જ કે.કવિતાની ધરપકડ કરી હતી. હાલ કે.કવિતા ED અને CBI બંને દ્વારા નોંધાયેલા કેસોમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ચેનપ્રીતની 15 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હીના મુખ્ય પ્રધાનની એક અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, જેમાં તેમણે મની લોન્ડરિંગના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડને પડકારી છે.
આ પણ વાંચો: દિલ્હી લિકર પોલિસી કેસ: વિશેષ જજ એમકે નાગપાલની બદલી, હવે કાવેરી બાવેજા કરશે સુનાવણી
AAP અને કેજરીવાલે ED દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. AAPએ ભાજપ પર રાજકીય બદલો લેવાનો આરોપ મૂક્યો છે. AAP અને વિપક્ષ વારંવાર દાવો કરી રહ્યા છે કે ફેડરલ તપાસ એજન્સીઓ કેન્દ્ર સરકારની સૂચનાઓ પર વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહી છે. જો કે કેન્દ્રએ આ દાવાને નકારી કાઢ્યો છે.