નેશનલ

254 મતથી કેજરીવાલ આગળ, આપ-ભાજપ વચ્ચે જામ્યો છે જંગ સાથે મિલ્કીપુર પેટાચૂંટણી પરિણામ

નવી દિલ્હીઃ દિલ્હીની ચૂંટણીમાં ખૂબ જ રોમાંચક ઉતારચઢાવ આવી રહ્યા છે. આમ આદમી પક્ષના સ્થાપક અને દિલ્હીના ત્રણવાર મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અરવિંદ કેજરીવાલ ઘણા સમયથી નવી દિલ્હી બેઠક પર પાછળ ચાલી રહ્યા હતા તે હવે 254 મત સાથે લીડ કરી રહ્યા છે. પરિણામો જાહેર થવાનું શરૂ થયું ત્યારથી પહેલીવાર કેજરીવાલ ભાજપના પ્રવેશ વર્મા કરતા આગળ આવ્યાનું જણાય છે. આ સાથે જંગપુરાથી મનીષ સિસોદીયા પણ લીડ કરી રહ્યા છે.

અગાઉ ભાજપ 46 બેઠક પર આગળ ચાલી રહ્યું હતું જે હવે 39 બેઠક પર આગળ ચાલી રહ્યાના અહેવાલો છે જ્યારે આપ 27 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. કૉંગ્રેસના ભાગે હાલ તો એક બેઠક આવતી જણાઈ રહી છે.

આ પણ વાંચો…દિલ્હીમાં કોણ હશે ભાજપના મુખ્ય પ્રધાન પદનો ચહેરો? જૂઓ વીડિયોમાં આ નેતાએ શું કહ્યું

273- મિલ્કીપુર (SC) વિધાનસભા મતવિસ્તારમાં મતગણતરીના લેટેસ્ટ આંકડા આ મુજબ છે.

રાઉન્ડ 6 પછી
ભાજપ- 32121
સમાજવાદી પાર્ટી- 15029
આઝાદ સમાજ-1101
અન્ય – 1441
કુલઃ 49692

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button