Kedarnath Yatra 2024: હર હર મહાદેવ; આ તારીખે કેદારનાથધામના કપાટ ખુલશે! મુંબઈ સમાચાર
નેશનલ

Kedarnath Yatra 2024: હર હર મહાદેવ; આ તારીખે કેદારનાથધામના કપાટ ખુલશે!

દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે પવિત્ર બાબા કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખની જાહેરાત કરવામાં આવે છે. આજે મહા શિવરાત્રિ છે અને નિયમ મુજબ બાબા કેદારનાથના કપાટ ખુલવાની તારીખ પણ આવી ગઇ છે.

કેદારનાથના રાવલ ભીમાશંકરના માર્ગદર્શન હેઠળ કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી હતી. મહાશિવરાત્રિના શુભ અવસર પર પંચકેદાર ગદ્દીસ્થલ ઓમકારેશ્વર મંદિરમાં પંચાંગની ગણતરી કર્યા બાદ કેદારનાથ ધામના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી હતી, જે મુજબ 10 મેના રોજ સવારે સાત વાગ્યે બાબાના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવશે. સવારે 7 વાગ્યાથી કેદારનાથ ધામના દરવાજા ખુલશે ત્યારે ભક્તો દર્શન કરી શકશે.


હિમવર્ષાના કારણે કેદારનાથના દરવાજા વર્ષમાં છ મહિના બંધ રહે છે. દર વર્ષે ભાઇબીજના દિવસે કેદારનાથ ધામના કપાટ બંધ કરવામાં આવે છે. એ સમયે બાબા કેદારનાથની ડોલીને કેદારનાથના શિયાળુ નિવાસસ્થાન એટલે કે ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠ લઈ જવામાં આવે છે. અહીં તેઓ છ મહિના નિવાસ કરે છે અને કપાટ ખુલવાના ચારેક દિવસ પહેલા અહીંથી પ્રસ્થાન કરે છે.

Back to top button