kedarnathમાં મોટી દુર્ઘટના ટળી, હેલિકોપ્ટરનું થયું emergency landing

kedarnathમાં મોટી દુર્ઘટના ટળી, હેલિકોપ્ટરનું થયું emergency landing

દહેરાદુનઃ ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં આજે એક ગંભીર દુર્ઘટના ટળી હતી. અહીં એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરે કેદારનાથ ધામ હેલિપેડથી લગભગ 100 મીટર પહેલાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. હેલિકોપ્ટરમાં સવાર ભક્તો અને પાયલટ સુરક્ષિત છે.

સલામત રીતે ઉતરાણ કર્યા બાદ યાત્રાળુઓએ પાયલટ અને ભગવાનનો આભાર માન્યો હતો. જોકે, તેમણે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે ઉડ્ડયન પહેલા હેલિકોપ્ટરની ટેક્નિકલ તપાસ કરવી જોઇએ.આ હેલિકોપ્ટર ક્રિસ્ટલ એવિએશન કંપનીનું હતું, જે શેરસી હેલીપેડથી કેદારનાથ ધામ તરફ આવી રહ્યું હતું. અચાનક તેમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાઇ હતી અને સવારે સાત વાગે તેને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.


ચાર ધામ યાત્રા 10મી મેથી શરૂ થઇ છે. જો કે, પ્રવાસ અંગે ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ છે. હાલમાં દરરોજ 25 હજારથી વધુ ભક્તો યાત્રા ધામમાં પહોંચી રહ્યા છે. ભક્તોને ધામમાં લઈ જવા માટે 9 હેલિકોપ્ટર કંપનીઓ સેવામાં તૈનાત છે. કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા હંમેશા જોખમી રહી છે. છેલ્લા 11 વર્ષમાં કેદારનાથમાં આવા અનેક અકસ્માતો થયા છે

સંબંધિત લેખો

Back to top button