નેશનલ

કેદારનાથમાં હિમસ્ખલન : જોતજોતામાં આખો બરફનો ડુંગર ધસી આવ્યો…. Video

નવી દિલ્હી: દેવભૂમિ ઉતરાખંડનું મોસમ બદલાઈ રહ્યું છે. જો કે આ દરમિયાન ભયાનક તસવીરો સામે આવી છે. અહિયાં ગાંધી સરોવર ડેમ પર હિમસ્ખલન થયું હતું અને જોતજોતામાં બરફનો ડુંગર નીચે ધસી પડ્યો હતો. જો કે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અને હાલ મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.

આ પણ વાંચો : Chardham Yatra: બાબા કેદારનાથના દ્વાર ખૂલ્યા, ભક્તોની ભારે ભીડ

આ ઘટના આજે રવિવારે સર્જાય હતી કે જ્યારે કેદારનાથ પાસે કોઈએ આ વિડીઓ કેપ્ચર કર્યો હતો. કે જ્યાં બરફથી ઢંકાયેલ એક પહાડ ધસમસતી રીતે નીચે ધસી આવ્યો હતો. બરફનો આખો પર્વત જ નીચે ધસી આવતા કેદારનાથ આવેલા દર્શનાર્થીઓની ભીડ એકઠી થઈ ગઇ હતી.

આ ઘટના ઉતરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાની છે કે જ્યાં ગાંધી સરોવર ડેમ પર હિમસ્ખલન થયું હતું. આ ઘટનાની માહિતી આપતા જિલ્લાના SSP વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું હતું કે આ ઘટના સવારના 5 વાગ્યા આસપાસની છે. જ્યાં કેદારનાથના ગાંધી સરોવર ડેમ પર હિમસ્ખલન થયું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ તેવી માહિતી આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો