કવિતા માટે શબ્દોના પણ સૂર બેસાડનાર ‘નિર્ભીક’ની આ સ્ટોરી જાણી તમે પણ ચોંકી જશો…

ઉત્તર પ્રદેશના આંબેડકર નગરના કવિ અભય સિંહ ‘નિર્ભીક’એ હિન્દી કવિતાની દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. તેણે વીર રસની કવિતાઓથી લોકોના દિલ જીત્યા છે, પરંતુ સામાન્ય રીતે તે પોતાના ‘સ’ અને ‘શ’ના ઉચ્ચારણને લઈ ટીકાકારોનો શિકાર બનતા હતા.
કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યા બાદ તેમણે ઈજનેરીને બદલે લેખક તરીકે પોતાની ઓળખ બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે એક કવિ તરીકે તેણે ખુબ નામના મેળવી છે. હાલમાં લખનૌમાં રહેતા અભયની આ અનોખી કહાની દરેક માટે પ્રેરણાદાયી છે.
અભય સિંહ ‘નિર્ભીક’ વીર રસની કવિતાઓ માટે જાણીતા છે અને તેમણે દિલ્હીના લાલ કિલ્લા ખાતે ત્રણ વખત કવિ સંમેલનમાં કવિતા પાઠ કર્યો છે. પરંતુ, ‘સ’ અને ‘શ’ના ઉચ્ચારણમાં મુશ્કેલીને કારણે તેમને કવિ સંમેલનોમાં વરિષ્ઠ કવિઓ તરફથી ટીકા સાંભળવી પડતી હતી.
આ સમસ્યાને દૂર કરવા માટે તેમણે લખનૌના KGMUના ડેન્ટલ સર્જન ડૉ. આનંદની સલાહથી બે વખત સર્જરી કરાવી, જેનાથી તેમના ઉચ્ચારણમાં સુધારો થયો.
અભય સિંહે જણાવ્યું કે નાનપણથી જ તેને કવિતા લખવાનો અને વાંચવાનો શોખ હતો. તેના પિતા સ્વ. વિજય બહાદુર સિંહ, જે સેનામાં અધિકારી હતા, તેણે અભયને કવિતા તરફ આગળ વધવા પ્રોત્સાહન આપ્યુ હતું.
વીર રસના કવિ વિનીત ચૌહાનથી પ્રભાવિત અભયની કવિતાઓ રોમાંચ અને દેશભક્તિની ભાવનાથી ભરેલી હોય છે. પરંતુ, ઉચ્ચારણની સમસ્યાને કારણે તેને અનેકવાર શરમિંદગીનો સામનો કરવો પડ્યો હતો, જેનો ઉકેલ તેમણે સર્જરી દ્વારા શોધ્યો.
દાંતોની રચનામાં હતી સમસ્યા
અભયે જણાવ્યું કે તેમના દાંતો અને જડબાની બનાવટમાં સમસ્યાને કારણે તેમને બોલવામાં મુશ્કેલી પડતી હતી. જેના કારણે હવા દાંતોની વચ્ચેથી નીકળી જતી હતી અને બંને જડબા સામાન્ય એકબીજા સાથે ચોંટેલા હતા. આના લીધે ‘સ’ અને ‘શ’નો ઉચ્ચારણ સ્પષ્ટ થઈ શકતો નહોતો.
2011માં લખનૌમાં હાસ્ય કવિ સર્વેશ અસ્થાનાના ઘરે આયોજિત એક કવિ ગોષ્ઠીમાં ડૉ. આનંદે આ સમસ્યાને સમજીને અને સર્જરીની સલાહ આપી હતી. આ સર્જરી માટે પ્રોસેસ લગભગ દોઢ મહિના સુધી ચાલી, અને હવે અભય ધારાપ્રવાહ હિન્દી શબ્દોનું સચોટ ઉચ્ચારણ કરી શકે છે.
આ પણ વાંચો…ઑપરેશન સિંદૂરઃ વીડિયોમાં સાંભળવા મળી તે રામધારી સિંહ ‘દિનકર’ની કવિતા વિશે જાણો