જમ્મુ કાશ્મીરના કટરામાં ભૂસ્ખલનનું જોખમ વધ્યુંઃ હોટેલ-ધર્મશાળાઓ ખાલી કરવા આદેશ

કટરા/જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના કટરામાં થયેલા ભૂસ્ખલન બાદ વહીવટીતંત્રે હોટેલ અને ધર્મશાળાઓ ખાલી કરવાના આદેશો જાહેર કર્યા છે. ભૂસ્ખલનના ભયને કારણે વહીવટીતંત્રે કટરામાં કમર્શિયલ સંસ્થાઓ ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કટરા કાર્યાલયે આજે આ આદેશ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે કટરા સબ-ડિવિઝનમાં તાજેતરના દિવસોમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે બાલિની પુલ અને શાન મંદિર નજીક કદમાલમાં મોટા પાયે ભૂસ્ખલન થયું છે. આ સાથે, કેટલીક જગ્યાએ રસ્તાઓ પણ તૂટી પડ્યા છે. આનાથી ભવિષ્યમાં આ વિસ્તારમાં ભૂસ્ખલન અને નુકસાનનું જોખમ વધ્યું છે.
આ પણ વાંચો…. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલન, સાત લોકોના મોત…
ખરાબ હવામાનને કારણે રવિવારે છઠ્ઠા દિવસે પણ ત્રિકુટા પર્વતોની ટોચ સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિરની યાત્રા સ્થગિત રહી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં હોટલ સહિત વ્યાપારી સંસ્થાઓને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.
26 ઓગસ્ટના રોજ પવિત્ર મંદિરની યાત્રા સ્થગિત કરવામાં આવી હતી, તેના બે કલાક પહેલા ભારે વરસાદને કારણે જૂના માર્ગ પર ભૂસ્ખલન થયું હતું, જેના પરિણામે 34 યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા.
આ પણ વાંચો….જમ્મુના ડોડામાં વાદળ ફાટતા તબાહી, 10 થી વધુ ઘરોને નુકસાન ચાર લોકોના મોત…
આજે વહેલી સવારથી યાત્રાળુઓ માટે બેઝ કેમ્પ કટરામાં મુશળધાર વરસાદ વરસ્યો જેના કારણે અધિકારીઓએ યાત્રાળુઓને સતત છઠ્ઠા દિવસે યાત્રા સ્થગિત કરવાની જાણ કરી છે. એક આદેશમાં કટરા સબ-ડિવિઝન મેજિસ્ટ્રેટ (એસડીએમ) પીયૂષ ધોત્રાએ યાત્રાળુઓની સુરક્ષા માટે સંવેદનશીલ ક્ષેત્રોમાં બાલિની પુલથી દર્શની દેવડી અને બાલિની પુલથી એશિયા ચોક સુધી હોટલ અને ધર્મશાળાઓ સહિત તમામ વ્યાપારી સંસ્થાઓને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.
“ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે કટરા સબ-ડિવિઝનમાં ખાસ કરીને બાલિની પુલ નજીક અને કદમલ ખાતે શાન મંદિર પાસે મોટા પાયે ભૂસ્ખલન થયું છે, ઉપરાંત કેટલાક સ્થળોએ રસ્તાઓ ડૂબી ગયા છે, જેના કારણે ભવિષ્યમાં ભૂસ્ખલન અને નુકસાન માટે ઘણી જગ્યાઓ સંવેદનશીલ બની છે.
આ પણ વાંચો….જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત,ભારે વરસાદની આગાહી
આદેશમાં કહેવામાં આવ્યું છે કે “આનાથી માણસોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા માટે કટરા શહેરમાં આવતા યાત્રાળુઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સલામતી અને સુરક્ષા માટે કટરા સ્થિત વાણિજ્યિક સંસ્થાઓના માળખાઓની સલામતીનું મૂલ્યાંકન કરવું હિતાવહ છે. તેમણે કહ્યું કે આદેશના કોઈપણ ઉલ્લંઘન બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.